Connect Gujarat
ગુજરાત

રાજકોટ : રીવાબા જાડેજા બન્યા કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ

રાજકોટ : રીવાબા જાડેજા બન્યા કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ
X

ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવતાં મહિલાઓ રમી તલવાર રાસ

મા આદ્યશક્તિની આરાધનાના પર્વના છેલ્લા દિવસે ગુરૂવારના રોજ રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા મહિલા રાસોત્સવનુ આયોજન કરવામા આવ્યું હતુ. જેમા રાજપુત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણા પણ હાજર રહ્યા હતા. આ સમયે મહિલાઓએ તલાવર રાસ રમી રમઝટ બોલાવી હતી. ત્યારે આ તકે કરણી સેના દ્વારા રીવાબા જાડેજાને રાજપુત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ જાહેર કરવામા આવ્યા હતા.

રાજકોટમાં દશેરાના તહેવાર નિમિત્તે રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા મહિલા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. કરણી સેના દ્વારા રીવાબા જાડેજાને રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા.

રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને લગ્ન પહેલા યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન પહેલા રીવાબા ક્રિકેટ જોતા નહોતા પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે. બધા સંયુક્ત પરિવારમાં રહે છે. જેમાં કાકાનો પરિવાર પણ સામેલ છે. દાદા નથી જ્યારે દાદી હયાત છે.

રીવાબાએ દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યુ છે. ગુજરાતી સહિત અંગ્રેજી પર તેનું સારું એવું પ્રભુત્વ છે. પોતાની કેરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માંગતા હતા. એટલે એન્જિનિયરિંગ બાદ દિલ્હીમાં જ યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન બાદ તૈયારી કરી રહ્યા નથી.

Next Story