Connect Gujarat
સમાચાર

કરજણ નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત, એકનું મોત

કરજણ નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત, એકનું મોત
X

વડોદરા જિલ્લાના કરજણના ધાવટ રોડ ઉપર સાઇ સુમેરૂ કોમ્પલેક્ષ પાસે બે મોટરસાયકલ સામાસામે અથડાતા એકનું મોત નીપજ્યું હતું.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર અજય ચતુરભાઇ રાઠોડ રહે. ગોસીન્દ્રા (પોર) જે નંબર વગરની મોટરસાયકલ લઈને ધાવટ રોડ સાઇ સુમેરૂ કોમ્પલેક્ષ પાસેથી પસાર થઈ રહ્યો હતો. જેણે બેદરકારી રીતે હંકારી ત્યાંથી પસાર થઇ રહેલા અરૂણ રામુભાઇ ભટ્ટ રહે. નવાાબજાર, કરજણ નાઓની મોટરસાયકલ નંબર જી જે - ૧૫ ક્યુ ૬૮૪૪ સાથે અથાડતાં અરૂણ ભટ્ટને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા તેઓ બેહોશ થઇ ઢળી પડ્યા હતા.

ઘટનાની જાણ ૧૦૮ ને કરાતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા અરૂણભાઇને સારવાર અર્થે કરજણના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસ એસ જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે અરૂણભાઇને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સંદર્ભે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story