Connect Gujarat
દેશ

રોક 'એન' રોલ લિજેન્ડ લિટલ રિચાર્ડનું 87ની વયે નિધન

રોક એન રોલ લિજેન્ડ લિટલ રિચાર્ડનું 87ની વયે નિધન
X

મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીએ અત્યાર સુધીનો શ્રેષ્ઠ આઈકોન ગુમાવી દીધો છે. રોક 'એન' રોલ લિજેન્ડ લિટલ રિચાર્ડ 87 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા.

ટીએમઝેડે રિચાર્ડના ગિટારવાદક ચાર્લ્સ ગ્લેને જણાવ્યું છે કે, રિચાર્ડ 2 મહિનાથી બીમાર હતા. તેઓ ટેનેસીમાં સ્થિત ઘરમાં તેના ભાઈ, બહેન અને દીકરાની સાથે રહેતા હતા. જ્યા તેઓનું અવસાન થયું હતું. કોરોના વાઈરસના સંકટને કારણે તેમની સાથે મુલાકાત કરી શક્યા નહીં.

1932માં જન્મેલા, સુપ્રસિદ્ધ સંગીતકારનો રોક મ્યૂઝિક શૈલી પર ખૂબ પ્રભાવ હતો. રિચાર્ડે તેની કારકીર્દિમાં સંગીત ઉત્સાહીઓને ટુટી-ફ્રુટ્ટી, લોંગ ટોલ સેલી, રેડી ટેડી, રિપ ઈટ અપ જેવા કેટલાક યાદગાર ગીતો આપ્યા છે. સ્ટેન્ડઆઉટ રોકનું વ્યકિતત્વ, બીટલ્સ સહિતના ઘણા કલાકારો માટે આઈકોન પ્રેરણાદાયક છે.

Next Story