ભરૂચ રનીંગ ક્લબ દ્વારા કરવામાં આવ્યું આયોજન
સ્વાસ્થ્ય-આત્મવિશ્વાસના સંદેશ સાથે મેરેથોન યોજાય
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનોની હાજરી
મોટી સંખ્યામાં દોડવીરોએ મેરેથોન દોડમાં ભાગ લીધો
દોડવીરોએ રમત-ગમતની ભાવનાનું પ્રદર્શન કર્યું
સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસના સંદેશ સાથે ભરૂચના કોલેજ રોડ પર રોકવુલ ભરૂચ હાફ મેરેથોન સીઝન-5નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો.
ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે રોકવુલ ભરૂચ હાફ મેરેથોન સીઝન-5નું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાનામાં આત્મવિશ્વાસ કેળવવાના સંદેશ સાથે યોજાયેલી આ મેરેથોનમા નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મેરેથોનની શરૂઆત ભરૂચની જે.પી. કોલેજ ખાતેથી કરવામાં આવી હતી. જેમાં વિવિધ કેટેગરીની મેરેથોન દોડના માધ્યમથી ફિટનેસ, સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસનો સંદેશ અપાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લઈ ઉત્સાહ અને રમત-ગમતની ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત ભરૂચ રનિંગ ક્લબ આગેવાનો, રોકવુલ કંપનીના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં દોડવીરો ઉપસ્થિત રહ્યા હતા.
