Connect Gujarat
બ્લોગ

તમારી માર્કશીટ શિક્ષણ પાછળ ખર્ચેલા પૈસાની રસીદ છે : શ્રી ભાનુભાઈ પંચાલ

તમારી માર્કશીટ શિક્ષણ પાછળ ખર્ચેલા પૈસાની રસીદ છે : શ્રી ભાનુભાઈ પંચાલ
X

ભરૂચના નારાયણ આશ્રમમાં બુધવાર, તા. ૨૭મી સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે ગુજરાતના શિક્ષણક્ષેત્રે અનોખો કાર્યક્રમ યોજાયો હતો.

દસ લાખ વિદ્યાર્થીઓનું ભાવી ઘડનાર માનનીય સચિવ શ્રી ભાનુભાઇ પંચાલે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે તમારી માર્કશીટ શિક્ષણ પાછળ ખર્ચેલા પૈસાની રસીદ છે. સાચું મૂલ્યાંકન તમારું ચારિત્ર્ય અને વ્યવ્હાર કરશે. તમે જ્યારે બે હાથ વડે તાળી પાડો છો ત્યારે ૨૯ કેન્દ્રો ચાર્જ થાય છે, એટલે કે દિવસમાં ૩૦ વાર તાળી પાડો તો કોઇ રોગ થશે નહિ.

બે હાથ જોડીને પ્રણામ કરો છો, નમસ્તે કરો છો આ મુદ્રા કરવાથી રોગમુક્ત બનશો. ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે. જીવનને સફળ અને સાર્થક બનાવો.

નારાયણ વિદ્યાલયના ડાયરેક્ટર ડો. ભગુભાઈ પ્રજાપતિએ ‘પારસમણિ’ પ્રોજેક્ટમાં વેકેશન દરમિયાન સમાજના વિવિધ વર્ગના વ્યક્તિઓની રૂબરૂ મુલાકાત લઇ એમની સાથે પ્રશ્નોત્તરી કરી જે ડેટા ભેગો થાય છે એનું વિડિયો પ્રસારણ તથા પુસ્તકરૂપે પ્રગટ કરવાનું ભગીરથ કાર્ય શિક્ષકો કરે છે.

ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નૈષધભાઇ મકવાણા, નારાયણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જે.ડી.પંચાલ, શાળાના ચેરમેન હેમંત પ્રજાપતિ, નગર પ્રાથમિક સમિતિના ઉપપ્રમુખ શ્રી જગદીશ પરમાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. વય નિવૃત્તીના કારણે વિદાય લેતાં સુમિત્રાબહેન મિસ્ત્રી અને હંસાબહેન પટેલનું સન્માનપત્ર અને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતુ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન બિનીતા ગોહિલ, ઉર્વશી જાની અને સિનિયર શિક્ષક ચીમનભાઈ પટેલ એ કર્યું હતું.

ચીમનભાઈ પટેલે શિક્ષણ જગતને સમર્પિત બુલંદ અવાજમાં લોકગીત - દુહાથી કર્યું હતું.

Next Story