Connect Gujarat
બ્લોગ

ધર્મો રક્ષતિ’ વિજ્ઞાન જીવાડે છે, ધર્મ જીવતા શીખવે છે.

ધર્મો રક્ષતિ’ વિજ્ઞાન જીવાડે છે, ધર્મ જીવતા શીખવે છે.
X

ભારતના બંધારણમાં એવું સ્પષ્ટ શબ્દોમાં લખ્યુ છે કે આપણા દેશમાં કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં કોઈ ધર્મનો પ્રચાર કે પ્રસાર કરવો એ ગુન્હો છે. બિનસાંપ્રદાયિક દેશ ભારત છે. કોઈને પણ કોઈપણ ધર્મ વિશે જ્ઞાન આપવું નિષેધ છે. ધર્મના વિચારને વાંચી એની પર નિબંધ લખવાનું શિક્ષક કે પ્રાધ્યાપક કહે, એ તપાસી એના માર્ક આપેને વિદ્યાર્થીને પરીક્ષામાં વધુ માર્ક મેળવવામાં મદદરૂપ થાય એ લાલચ છે.

મુંબઈની એક કોલેજમાં ભૌતિકશાસ્ત્રના (ફિજીક્સ) પ્રાધ્યાપક વર્ગખંડમાં ‘શ્રીમદ્ ભગવદ ગીતા’માં શ્રી કૃષ્ણના વિરાટદર્શનનો બોલીને વિરાટ અને અતિસૂક્ષ્મ વચ્ચેનો તફાવત, ભેદ, મર્મ સમજાવે છે. એક વિદ્યાર્થીનીના પિતા પ્રાધ્યાપક પર કેસ દાખલ કરે છે કે ફીજીક્સના બદલે હિન્દુ ધર્મનો આ પ્રાધ્યાપક વર્ગખંડમાં પ્રચાર અને પ્રસાર કરે છે, કે જે હિન્દુ ધર્મ અભ્યાસ સમિતિના મુંબઈ, પ્રકલ્પના સભ્ય છે.

એક બાહોશ મહિલા વકીલ સંભવી પુરોહિતને (અમી ત્રિવેદી) મળી, મને આ આરોપ માંથી મુક્ત કરાવવા આજીજી કરે છે.

તારીખ ૧૩ મી ફેબ્રુઆરી ૨૦૧૯, રાતે ૯ કલાકે ગાંધી સ્મૃતિ હોલ, સુરત ખાતે ગુજરાતમાં સૌ પ્રથમવાર જે નાટકનો પ્રિમિયર શો વસીમ જરીવાલાએ કર્યો એ નાટક તે : ધર્મો રક્ષતિની વાત માંડી છે. ‘ધર્મો રક્ષતિ’ ગુજરાતમાં રજૂ કરવાના રાઈટ્સ વસીમ જરીવાલાએ (98241 51555) મેળવી લીધા છે.

કોર્ટરૂમ, ધારાશાસ્ત્રીની ઓફિસ, ‘ગ્લોબલ ન્યૂઝ’ ટીવી પર રજૂ થતી ડીબેટ, ફરતા રંગમંચ પર મિનિટોમાં દ્રશ્યમાન થાય અને મહિલા એડવોકેટને પડકાર આપનાર બીજા બાહોશ ધારાશાસ્ત્રી અભિનવ પરીખ (નિમેષ દિલીપરાય જે આ નાટકના દિગ્દર્શક પણ છે.)

રૂંવાટા ખડા કરી દે એવા સંવાદ પુશબેક ચેરમા અધેલીને બેસવા ન દે એવી આંટીઘૂંટી, જેમાં બોમ્બ વિસ્ફોટ આવે, બોમ્બ બનાવવાની રીત આવે, હિન્દુ ધર્મના પ્રતિનિધિ રૂપે સ્વામીજી અને મુસ્લિમ ધર્મના મૌલાના રાજકારણ રમે અને વાર્તાને એવી ગૂંચવે કે મહિલા ધારાશાસ્ત્રીને જેલના સળિયા ગણવા પડે, કેમ ? તે લખીને નાટકના બધા જ રહસ્યો ખુલ્લા પાડી દેતો નથી.

‘ધર્મો રક્ષતિ’ના બીજા અંકનું છેલ્લુ દ્રશ્ય ઓડિયો વિઝ્યુઅલ દ્વારા દર્શાવાયું છે ત્યારે મહિલા ધારાશાસ્ત્રી જે રીતે ધર્મ સમજાવે છે એનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી. અદભૂત... અદભૂત... અદભૂત...

‘ધર્મો રક્ષતિ’ નાટક ચોટદાર સંવાદ :

  • ધર્મને જાણ્યા વગર શ્રદ્ધાપૂર્વક જે ભગવાનને ભજે છે તેને ફાયદો તો થાય છે.
  • ‘આધુનિક’ શબ્દ જ એ સૂચવે છે કે ભૂતકાળ માંથી છુટવું છે.
  • વૈજ્ઞાનિક આઈઝેક ન્યૂટનની પર્સનાલિટી ‘હાઈડ એન્ડ સીક’ હતી

આઈઝેક ન્યૂટને રોબર્ટ હૂક વૈજ્ઞાનિક અને ૨૮ લોકોને ફાંસીના માચડે ચઢાવ્યા હતા. વિજ્ઞાન માણસને સજ્જ્ન બનાવી શકતુ નથી.

  • મારે કાયદા સાથે સંબંધ રાખવા છે, ધર્મ સાથે નહી. કારણ કોર્ટ માણસો ચલાવે છે.
  • અભિપ્રાય પહેલા આપે છે, પછી વિચારે છે.
  • સમાજે નક્કી કરવાનું છે કે શાળામાં ધર્મને દાખલ થવા દેવો જોઈએ ?
  • ધર્મ શોષણનું સાધન છે.
  • હિન્દુસ્તાનમાં ધર્મનું અપમાન કરવાની ફેશન છે જ્યાં જ્યાં ધર્મ છે ત્યાં રાજકારણ છે જ.
  • ધર્મ સ્વર્ગની લાલસા અને બીજા ધર્મનો ડર બતાવી પોતાના ધર્મને સાચો કહેવડાવે છે.
  • પ્લી બારગેનીગ : ગુન્હાને કબૂલ કરવો
  • ઈરાદો નહીં ગુન્હો મહત્વનો છે.
  • માણસને દગો પોતાની ધારણા જ અપાતી હોય છે.
  • ભગવો આંતકવાદ એ ધૂળ ખંખેરવાનો પ્રયાસ છે.
  • ડર અને લાભની આશા હંમેશા ધારણા જ હોય છે.
  • ધુમાડો થાય ત્યારે આંખ બંધ કરી દેવાથી ડર લાગે છે.
  • ધર્મ એટલે નાના બાળકને પપ્પાનો સમય મળે

નાના બાળકનું પેટ ભરાય એટલું ભોજન મળે

  • ધર્મ માણસ હોવાનો અર્થ સમજાવે છે.
  • ધર્મ તો દર્શનમાં છે ફિલસૂફીમાં મળે છે.
  • માનવ સેવા એ જ પ્રભુ સેવા
  • દરેક ધર્મ માણસને સારો માણસ બનાવે છે
  • વિજ્ઞાન જીવાડે છે, ધર્મ જીવતા શીખવે છે.
  • ધર્મનું શિક્ષણ આપવું જોઈએ ? ક્યાં ? અને કોણ આપે ? આપનારનો આશય સ્પષ્ટ હોવો જોઈએ.
  • દર્શકોને સંબોધન : આપ અમારા જડ્જ છો, આપ છો જ્યુરી, આ પ્રશ્ન આવનારી પેઢી માટે છે, આપ સૌના ચૂકાદાની પ્રતિક્ષા છે.

નાટકના અંતે કલાકારોનો પરિચય પૂર્ણ થાય અને દિગ્દર્શક નિમેષ દિલીપરાય પ્રેક્ષકોને પૂછે : નાટકે પ્રેક્ષકો પાસે જવું પડે ? કે પ્રેક્ષકોએ નાટક પાસે જવું પડે ? આ નાટક જોયા પછી આપ નક્કી કરજો.

હું, બકુલ પરાગજી પટેલ અને એન.કે.પાટડિયા ત્રણેનો જવાબ એક હતો જે ગાંધી સ્મૃતિ હોલમાં બેઠેલા પ્રેક્ષકોનો હતો. પ્રેક્ષકોએ નાટક પાસે જવુ પડે એવું નાટક એટલે ‘ધર્મો રક્ષતિ’.

Next Story