સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે પુલવામા શહીદ થયેલ ૪૪ જવાનોને કેન્ડલ માર્ચ યોજી હાર્દિક શ્રધ્ધાંજલી અપાઈ

એક વર્ષ અગાઉ જમ્મુ-કાશ્મીરના પુલવામા સીઆરપીએફના
કાફલા ઉપર થયેલા આતંકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયાં હતાં. જે શહીદોને ભારત સહિત
ગુજરાતમાં પણ ઠેરઠેર શ્રધ્ધાંજલી આપવામાં આવી રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ
યોજાયો હતો.
જમ્મુ-કાશ્મીરના પુલવામા થયેલ આતંકવાદી હુમલાને આજે
એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે ભારતમાં શહીદો ઉપર થયેલ હુમલાને લઇને ભારે
આક્રોશ છે. લોકોએ આ કૃત્ય સામે ફિટકાર વરસાવી રહ્યાં છે. આતંકવાદી હુમલામાં શહીદ થયેલ ૪૪ જવાનોને દેશભરમાં વિવિધ સંસ્થાઓ, મંડળો, સંગઠનો દ્વારા ભાવભીની શ્રધ્ધાંજલી
અર્પણ કરવામાં આવી રહી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ રાષ્ટ્રીય
સ્વયંસેવક સંધ તેમજ વિવિધ સંસ્થાઓ, મંડળો, સંગઠનો, નગરજનો શહિદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ
કરવા માટે આપમેળે ઉમટી પડયા હતા, ત્યારે “શહીદો અમર રહો”ના નારા સાથે આતંકવાદી હુમલામાં શહીદ
થયેલ ૪૪ જવાનોને સાચી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી, જેમાં
હજારોની સંખ્યામાં લોકો ભાખરીયા બસ સ્ટેન્ડથી સુભાષચંદ્ર બોઝના બાવલા સુધી કેડલ
માર્ચ રેલી યોજીને શહીદોને હાર્દિક શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.