Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : વડાલીમાં બીજા દિવસે પણ વિનામૂલ્યે રાશન મેળવવા લાગી લોકોની લાંબી કતાર

સાબરકાંઠા : વડાલીમાં બીજા દિવસે પણ વિનામૂલ્યે રાશન મેળવવા લાગી લોકોની લાંબી કતાર
X

કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી છે. આ સમયે શ્રમજીવી પરિવારોને મુશ્કેલી સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા નિ:શુલ્ક રાશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે વડાલીમાં આજે બીજા દિવસે પણ સસ્તા અનાજની દુકાનો પર વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. જ્યારે અમુક રાશનની દુકાનમાં સોશિયલ ડિસ્ટનસિંગ અમલ જોવા મળ્યો હતો.

સાબરકાંઠામાં રાશનની દુકાનોમાં કેટ કેટલી જગ્યાએ વધારે લોકો ઉમટી પડ્યા હતા. આવી અમુક જગ્યાએ સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો હતો. આથી કરી કોઈ નાગરીકને કોરોનાનો ચેપ ન લાગે તે હેતુથી દરેક રાશનની દુકાન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Next Story