Connect Gujarat
Featured

સાબરકાંઠા : યુવા મતદારોને આકર્ષવા ભાજપનો “અનોખો” પ્રયાસ, જુઓ ઉમેદવારોએ કેવી રીતે કર્યો પ્રચાર..!

સાબરકાંઠા : યુવા મતદારોને આકર્ષવા ભાજપનો “અનોખો” પ્રયાસ, જુઓ ઉમેદવારોએ કેવી રીતે કર્યો પ્રચાર..!
X

સ્થાનિક સ્વરાજ્ય અને પાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઉમેદવારો મતદારોને આકર્ષવા અનેક નુસખાઓ અપનાવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકાના ઉમેદવારોએ પ્રથમવાર મતદાન કરનાર યુવાઓને કમળનું ફૂલ, ડ્રેગન ફ્રુટ, માસ્ક અને સેનેટાઈઝર આપી મત માંગવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્ય અને પાલિકાની ચૂંટણીને લઈ જિલ્લામાં બન્ને પક્ષ મતદારોને આકર્ષવા માટે નિત નવા નુશ્ખાઓ અપનાવી રહ્યા છે, ત્યારે હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નં. 7ના ભાજપના ઉમેદવારોએ પોતાના વોર્ડમાં પ્રથમવાર મતદાન કરનાર યુવાનોને પ્રોત્સાહન આપી મતદાન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં પ્રથમ મતદાન કરનાર મતદારોને કમળનું ફૂલ, ડ્રેગન ફ્રુટ, માસ્ક અને સેનેટાઈઝર આપી મતદારોને આકર્ષવા માટેનો પ્રયાસ કર્યો હતો. ભાજપનું નિશાન એવું કમળનું ફૂલ અને કમલમ તરીકે ઓળખ પામેલ ડ્રેગન ફ્રુટ આપીને અનોખો પ્રચાર કર્યો હતો.

હિંમતનગર નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠક માટેના મતદાન પહેલા પાલિકાની 7 બેઠક બિનહરીફ થઇ ચુકી છે, ત્યારે 29 બેઠક માટે 62 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. જેમાં હિંમતનગર શહેરમાં 3970 મતદારો પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યા છે. જોકે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો પાલિકાની સત્તા હાસિલ કરવા અનેક પ્રયાસો કારી રહ્યા છે, ત્યારે ઉમેદવારો પણ મતદારોને આકર્ષવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. હવે નિતનવા નુસખાઓ વચ્ચે મતદારો કોને સત્તા અપાવશે એના પર સૌકોઈ મીટ માંડી રહ્યા છે. તો ભાજપે ડ્રેગન ફ્રુટ શરીર માટે અનેક ફાયદારૂપ હોવાથી ચૂંટણી પ્રચારમાં આ ફ્રૂટનો સહારો લીધો હતો. તો સાથે જ ભાજપને મત આપી દેશના અનેક ફાયદાકારક કામોમાં સહયોગ આપવા ઉમેદવારોએ અપીલ પણ કરી હતી.

Next Story