સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

New Update
સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી તાલુકા અને શહેર સંગઠન અને નગરપાલિકા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

publive-image


દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ અંતર્ગત દેશભરમાં ભાજપ કાર્યકરો દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રાંતિજ ખાતે પણ ભાજપ કાર્યકરો આગેવાનો દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સેવાસત્તા સપ્તાહની ઉજવણી કરાઇ હતી. પ્રાંતિજ ભારતીય જનતા પાર્ટી શહેર તેમજ તાલુકા સંગઠન અને પ્રાંતિજ નગરપાલિકાના દ્વારા રેડક્રોસ સોસાયટી હિંમતનગરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ શ્રી મહાકાલી મંદિર સંકુલમાં કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકાના પ્રમુખ દિપક કડીયા, તાલુકા ભાજપ પ્રમુખ બળવંત પટેલ, શહેર ભાજપ પ્રમુખ નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ, ભાજપ શહેર મહામંત્રી ગીરીશ પટેલ, રણજિતસિંહ રાઠોડ, પ્રદિપસિંહ રાઠોડ, નગરપાલિકાના કોર્પોરેટર ધવલભાઇ રાવલ સહિતના ભાજપ કાર્યકરો ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે નગરજનો તથા જરૂરીયાતમંદ લોકોને વિના મુલ્યે ચશ્માના નંબર તથા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Latest Stories