Connect Gujarat

સાબરકાંઠા : તલોદ પાસે ડમ્પર સાથે અકસ્માત બાદ કારમાં આગ, 3 લોકોના મોત

સાબરકાંઠા : તલોદ પાસે ડમ્પર સાથે અકસ્માત બાદ કારમાં આગ, 3 લોકોના મોત
X

સાબરકાંઠા જિલ્લાના તલોદ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત બાદ કારમાં આગ ફાટી નીકળી હતી. કારમાં ફસાય ગયેલાં ત્રણ લોકો કારમાં જ ભડથું થઇ ગયાં હતાં.

સાબરકાંઠાના તલોદ પાસે આવેલા તાજપુર કેમ્પ નજીકથી પસાર થઇ રહેલી કારને ડમ્પરે ટકકર મારતાં અકસ્માત સર્જાયો હતો. ડમ્પર સાથે ટકકર થયાં બાદ કારમાં આગ ફાટી નીકળી હતી. કારમાં ફસાય ગયેલાં ત્રણ લોકો જીવતા ભુંજાય જતાં તેમના કરૂણ મોત નીપજયાં હતાં. ત્રણેય મૃતદેહોને તલોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પોલીસે ત્રણેય મૃતદેહોની ઓળખની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો છે.

Next Story
Share it