Connect Gujarat
Featured

સાબરકાંઠાના બજારોમાં ચાઇનિસ સામાન વેચવા વેપારીઓને અપાઈ છેલ્લી તારીખ, જાણો શું છે મામલો..!

સાબરકાંઠાના બજારોમાં ચાઇનિસ સામાન વેચવા વેપારીઓને અપાઈ છેલ્લી તારીખ, જાણો શું છે મામલો..!
X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં “આવો કોઈની મદદ કરીએ” ગ્રુપ દ્વારા શહેરના બજારોમાં ચાઇના બનાવટની ચીજવસ્તુઓ વેચવાની છેલ્લી તારીખ આપવામાં આવી છે.

ભારત અને ચીન સરહદ પર અથડામળ દરમ્યાન ભારતના 20 જવાનો શહીદ થતાં ચીનની નાપાક હરકત સામે દેશભરમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે હિંમતનગર શહેરમાં “આવો કોઈની મદદ કરીએ” ગ્રુપ દ્વારા બજારોમાં આવેલ શો-રૂમ અને દુકાનો પર ચાઇના બનાવટની ચીજવસ્તુઓ વેચવા માટે વેપારીઓને છેલ્લી તારીખ આપવામાં આવી છે. શહેરના તમામ વિસ્તારોમાં આવેલ દુકાનો અને શો-રૂમ માલિકોને ચાઇના કંપનીના સામાનને તા. 10મી જુલાઇ પછી વેચવાની મનાઈ કરવામાં આવી છે.

મહાકાલ સેનાના મહામંત્રી ભૃગુવેદ્રસિંહ કુંપાવતે જણાવ્યુ હતું કે, ચીન ભારત ઉપર કબ્જો કરી લે તો તેના માટે આપણે બધા જ જવાબદાર બનીશું. અંગ્રેજોએ પણ ભારત સાથે વેપાર કરીને જ આપણને ગુલામ બનાવ્યાં હતા, ત્યારે આપણે અભણ હતાં. પરંતું આજે આપણે બધા સમજદાર બની ગયા છીએ. “સ્વદેશી અપનાવો અને દેશ બચાવો”, જો ભારત દેશના લોકો 90 દિવસ સુધી કોઈપણ ચાઇનિસ સામાન કે સેવાઓ ન ખરીદે તો ભારત વિશ્વનો બીજો અમીર દેશ બની શકે તેમ છે. ચાઇનાની ચીજવસ્તુનો બહિષ્કાર કરવાનો સંકલ્પ એ જ આપણા વીર શહીદોને સાચી શ્રદ્ધાંજલિ છે.

Next Story