Connect Gujarat

સાબરકાંઠા : ગુજરાતમાં સૌપ્રથમ વાર પ્રાંતિજના ખેડૂતે કરી રંગીન ફલાવરની ખેતી, લોકોમાં સર્જાયું કુતૂહલ

સાબરકાંઠા : ગુજરાતમાં સૌપ્રથમ વાર પ્રાંતિજના ખેડૂતે કરી રંગીન ફલાવરની ખેતી, લોકોમાં સર્જાયું કુતૂહલ
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ફલાવરની ખેતી કરતા ખેડૂતે આ વર્ષે સફેદ ફલાવરની સાથે રંગીન ફલાવરની સફળ ખેતી કરી છે. હોલસેલ બજારમાં રંગીન ફલાવર માંગ વધતાં હાલ તો લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે.

પ્રાંતિજ સહિતના આસપાસના તાલુકામાં ફલાવરની ખેતી ખૂબ પ્રચલિત છે, ત્યારે ખેડૂત કલ્પેશ પટેલ દ્વારા સફેદ ફલાવરની સાથે સાથે આ વર્ષે રંગીન ફલાવરની ખેતી કરવામાં આવી છે. સફેદ ફલાવરની જેમ હાલ આ રંગીન ફ્લાવર જાંબલી એટલે કે વેલેન્ટીના અને પીળા એટલે કે કેરોટિનાના નામથી ઓળખાય છે. જે પ્રાંતિજ સહિત હોલસેલ બજારોના માર્કેટમાં એક નંગ 25 રૂપિયામાં વેચાણ થાય છે. અને મોટા મોટા શોપિંગ મોલ તથા બજારમાં એક નંગ 40થી 50 રૂપિયામાં વેચાય છે.

વિદેશના ખેડૂતો દ્વારા કરવામાં આવતી રંગીન ફલાવર ખેતીને લઇને પોતાના ખેતરમાં અખતરો કરવા માટે વિદેશથી રંગીન ફલાવરનું બિયારણ મંગાવીને માત્ર અખતરો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌપ્રથમ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં રંગીન ફ્લાવરની ખેતીનો શરૂઆત કરવામાં આવી છે. શરૂઆતમાં અહીના માર્કેટમાં રંગીન ફલાવર વેચવું મુશ્કેલ હતું, પણ હવે બજારમાં રંગીન ફ્લાવર જોતાં જ સાઉ કોઈ આકર્ષાય છે, અને તેની ખરીદી પણ કરે છે. તો અન્ય ખેડૂતોને પણ બજારમાં રંગીન ફ્લાવરની માંગ સાથે પોષણ ભાવ મળશે અને તો આવનાર દિવસોમાં સફેદ ફલાવરની સાથે સાથે રંગીન ફલાવરની ખેતી પણ વધુ થશે.

Next Story
Share it