Connect Gujarat
Featured

સાબરકાંઠા : “કોંગ્રેસમાં હડકંપ”, હિંમતનગર ખાતે કોંગ્રેસના હોદ્દેદારોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો

સાબરકાંઠા : “કોંગ્રેસમાં હડકંપ”, હિંમતનગર ખાતે કોંગ્રેસના હોદ્દેદારોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો
X

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે. હિંમતનગર ખાતે કોંગ્રેસના હોદ્દેદારોએ ભાજપમાં જોડાઇને કેસરીયો ખેસ ધારણ કર્યો છે.

હિંમતનગર ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો ભાજપમાં જોડાઇને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો, ત્યારે સાબરકાંઠા કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની હાજરીમાં કોગ્રેસ હોદ્દેદારોને ભાજપનો કેસરીયો ખેસ પહેરાવીને આવકાર આપવામાં આવ્યો હતો. તો કોંગ્રેસ જિલ્લા ઉપપ્રમુખ સતીષ શાહ, પાલિકા પૂર્વ સદસ્ય અને અરવલ્લી જિલ્લાના મહિલા મોરચાના પ્રભારી નિર્મલા પંચાલ, હિંમતનગર શહેર ઉપપ્રમુખ રાજુ રાવલ, ડાહ્યા પટેલ, યશોદા ખત્રી, જય પંચાલ, જિલ્લા મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ રંજન પંચાલ સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ભાજપ જિલ્લા મહામંત્રી વિજય પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર, કનુ પટેલ, જેઠા પટેલ, હિંમતનગર શહેર મહામંત્રી જયેશ કવિ, કિરીટ મુદડા, સંદિપ ભાવસાર સહિત ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story