Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પપૈયાની ખેતી કરતાં ખેડૂતોને માથે આવ્યું સંકટ, જુઓ કેમ સહન કરવો પડ્યો બમણો માર..!

સાબરકાંઠા : પપૈયાની ખેતી કરતાં ખેડૂતોને માથે આવ્યું સંકટ, જુઓ કેમ સહન કરવો પડ્યો બમણો માર..!
X

કોરોનાની મહામારીને લઇ જાહેર કરાયેલા લોકડાઉનમાં વેપાર અને ધંધા ઠપ થઈ ગયા છે. જેની સીધી અસર ખેડૂતો પર જોવા મળી રહી છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોનો પાક ખેતરમાં તૈયાર છે, પરંતુ વેપારીઓ ખેતર સુધી ન પહોંચતા ખેતરમાં જ ઉભો પાક ખરાબ થઈ જતાં ખેડૂતોને બમણો માર સહન કરવો પડી રહ્યો છે.

સમગ્ર વિશ્વમાં નોવેલ કોરોના વાઇરસની મહામારી લોકડાઉન જાહેર થયા બાદ નાના દુકાનદારોથી લઇ મોટા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તો સાથે જ વેપાર-રોજગાર બંધ હોવાથી સીધી અસર ખેડૂતો ઉપર જોવા મળી રહી છે. બાગાયતી ખેતી તરફ વળેલા ખેડૂતો પાક વાવવાની પહેલા જ વેપારીઓ સાથે માલની ખરીદી તેમજ વેચાણ કરવાનું નક્કી કરતા હોય છે. પરંતુ આ વર્ષે હિંમતનગર સહિત જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં પપૈયાની ખેતી કરી છે, ત્યારે ખેતરમાં પપૈયાનો પાક તૈયાર થયો તે જ સમયે લોકડાઉન જાહેર થયું છે. જેના કારણે પપૈયાની ખરીદી કરતા વેપારીઓ આવી શક્યા નહીં અને ખેતરમાં જ ખેડૂતોએ પકવેલો મહામુલો પાક ખરાબ થઈ ગયો છે.

એક તરફ લોકડાઉનના કારણે તૈયાર પાકનું વેચાણ નહીં થતાં ખેડૂતો પાસે પૈસા નથી, તો બીજી તરફ નવીન સિઝનની ખેતીના વાવેતર માટેનો પણ સમય થઈ ચૂક્યો છે. ખેડૂતોએ વિઘા દીઠ મોટા પ્રમાણમાં પાક ઉપજ થવાની આશાએ એક વિધે 35 હજારથી વધુનો ખર્ચ કર્યો છે. જિલ્લામાં 600 હેક્ટર જેટલા વિસ્તારમાં બાગાયત ખેતીમાં પપૈયાની ખેતી જિલ્લાના ખેડૂતોએ કરી છે. પરંતુ પપૈયાની ખરીદી કરવા વેપારીઓ નથી આવતા, તો બીજી તરફ ગરમીના કારણે પાક પણ ખરાબ થતા ખેડૂતો બમણો માર સહન કરવો પડી રહ્યો છે.

Next Story