Connect Gujarat
Featured

સાબરકાંઠા: માતા મજૂરી કામે ગઈ હતી ત્યારે ઘરમાં એકલી સગીરા સાથે સગા બાપે શું કર્યું, જુઓ

સાબરકાંઠા: માતા મજૂરી કામે ગઈ હતી ત્યારે ઘરમાં એકલી સગીરા સાથે સગા બાપે શું કર્યું, જુઓ
X

સમાજ-જીવનમાં સંબંધો ઉપર થી ભરોસો ઊઠી જાય તેવી ઘટના સાબરકાંઠાના હિંમતનગરમાં બહાર આવી છે આ ઘટના કે જેમાં સગા બાપે સગીર પુત્રી પર દુષ્કર્મ કરતા જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ તરફ પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારમાં બે પુત્રીઓ તેમજ 5 દીકરાના બાપે સગી દીકરી ઉપર દુષ્કર્મ ગુજારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે મુળ તો રાજસ્થાનનો પરિવાર છેલ્લા છ વર્ષથી હિંમતનગરમાં રહે છે અને છુટક મજુરી કરી પોતાનુ ઘર ચલાવે છે. સાત સંતાનોની માતા મજુરી કામ કરી ઘરના તમામ સભ્યો નું ભરણપોષણ કરતી હતી તો સાત સંતાનોના પિતાએ પોતાની સૌથી મોટી દિકરીને એકલતાનો લાભ લઈ પોતાની હવસનો શિકાર બનાવી હતી. માતા જ્યારે મજુરી અર્થે ગઈ ત્યારે આ સમગ્ર ઘટના બની હતી. આ અંગે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી છે. એક તરફ સભ્ય સમાજની વાતો થઇ રહી છે તો બીજી તરફ સમાજને તાર તાર કરનારી આ ઘટનાએ સમાજ-જીવનમાંથી જાણે કે સંબંધો પર વિશ્વાસ મૂકતા પૂર્વે વિચારતા કરી દીધા છે.

Next Story