Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: ઇડરના પશ્ચિમ વિસ્તારમાં દિવેલાના પાકમાં ઘોડા ઇયળનો ત્રાસ, ખેડૂતો ત્રાહિમામ

સાબરકાંઠા: ઇડરના પશ્ચિમ વિસ્તારમાં દિવેલાના પાકમાં ઘોડા ઇયળનો ત્રાસ, ખેડૂતો ત્રાહિમામ
X

સાબરકાંઠા જીલ્લામાં દીવેલાના પાકમાં પણ હવે ખેડુતોએ રાતા પાણીએ નાહવાનો વારો

આવ્યો છે. ઇડરના પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગના વિસ્તારમાં ઘોડા ઇયળના ત્રાસ થી આખા

ખેતરો જ નષ્ટ થવા લાગ્યા છે. ખેડુતોએ રાષાયણીક દવાનો પણ છંટકાવ કરવા છતાં પણ

ખેતરમાં ઉભો પાક રાતો રાત નષ્ટ થઇને માત્ર છોડના દાંડવા જ ખેતરમાં વધવા લાગતા

ખેડુતોમાં ચિંતા થઇ આવી છે.

ઉત્પાદનના સમયે જ હવે દીવેલાના પાક નષ્ટ થવા લાગ્યો છે. સાબરકાંઠાના ઇડરના

પશ્ર્વિમ વિસ્તારમાં ખેતરમાં ઉભો પાક જ રાતો રાત જ નષ્ટ થવા લાગ્યો છે. ઇડરના અનેક

ખેતરો એક બાદ જે પહેલા લીલાછમ લહેરાતા હતા એ હવે માત્ર છોડના દાંડવા જ ખેતરમાં

બચેલા રહેવા જોવા મળે છે. છેલ્લા એક સપ્તાહ થી શરુ થયેલા ઘોડા ઇયળના ઉપદ્રવને લઇને

અનેક વિસ્તારમાં એક પછી એક ખેતરો હવે નષ્ટ થવા લાગતા ખેડુતોમાં હવે પોતાનો પાક

નષ્ટ થતા ચિંતા વ્યાપી રહી છે અને આસપાસમાં રહેલા અન્ય ખેતરોની હરીયાળી પણ ઘોડા

ઇયળનો ભક્ષણ થવાના ડરે ચિંતામાં ડુબ્યા છે.

જોકે એક બાદ એક ખેતરોના ખેતર નષ્ટ થવા લાગવા છતાં ખેતીવાડી વિબાગ કે સ્થાનિક

તંત્ર કે સ્થાનિક આગેવાન નેતાઓ તરફ થી ખેડુત માટે લાગણી દર્શાવવ કે પાકને બચાવવાનુ

માર્ગદર્શન આપવા માટે ફરકતા નથી, પાક નિષ્ફળ

જતો અટકાવવા તો કોઇ ફરક્યુ નથી પરંતુ પાકના વિમા માટે પણ હવે તંત્ર મદદ કરે તેવી

આશા ખેડુતો રાખી બેઠા છે.

Next Story