Connect Gujarat
Featured

સાબરકાંઠા : પ્રાંતિજમાં કાર નાળામાં ખાબકી, લોકોમાં મચી અફરાતફરી

સાબરકાંઠા : પ્રાંતિજમાં કાર નાળામાં ખાબકી, લોકોમાં મચી અફરાતફરી
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર સવારના સુમારે રોડની સાઇડમાં પાણીના નાળામાં એક ઇકો કાર ખાબકી જતાં લોકોમાં ભારે અફરાતફરી મચી હતી.

માલતિ માહિતી અનુસાર, પ્રાંતિજ એપ્રોચ રોડ પર માતૃછાયા સોસાયટી નજીકથી પસાર થતી ઇકો કાર અચાનક પાણીના નાળામાં ખાબકી હતી. જેમાં ઇકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમવતા કાર નાળામાં ખાબકતા ચાલકનો આબાદ બચાવ થયો હતો.

સમગ્ર ઘટના દરમ્યાન કારમાં ચાલક એકલો જ હતો જેથી મોટી જાનહાનિ ટળી હતી. બનાવની આસપાસના લોકોને જાણ થતાં જેસીબીની મદદથી નાળામાં ખાબકેલી ઇકો કારને બહાર કાઢવામાં આવી હતી.

Next Story