Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ધોરણ-10ના છાત્રને થયો એક તરફી પ્રેમ, વાંચો શું આવ્યું પરિણામ

સાબરકાંઠા : ધોરણ-10ના છાત્રને થયો એક તરફી પ્રેમ, વાંચો શું આવ્યું  પરિણામ
X

સાબરકાંઠાના વિજયનગરમાં ધોરણ 10માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. તેણે લખેલી સ્યુસાઇડ નોટમાં એક તરફી પ્રેમમાં અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વિજયનગરના પૃથ્વીપુરા ઉત્તર બુનિયાદી શાળામાં અભ્યાસ કરનારા વિપુલ તરાર નામનો વિદ્યાર્થીનો મૃતદેહ વૃક્ષ પરથી ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.તેણે રાત્રીના ૧૧ વાગ્યા બાદ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. સાથો સાથ સુસાઇડ નોટમાં તેણે એક તરફી પ્રેમમાં નિષ્ફળતા મળી હોવાના પગલે પણ આપઘાત કર્યો હોય તેવી બાબત સામે આવી છે. પોલીસે હાલમાં સુસાઇડ નોટ કબજે કરી કબજે કરી હાલમાં વધુ તપાસ હાથ ધરી છે. જો કે પરિવારજનો પોતાના પુત્રના મૃત્યુ સામે સવાલ ઊભો કરી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી રહ્યા છે. પોલીસે મૃતકના પરિવારજનોને સમજાવવાની કવાયત હાથ ધરી છે.

Next Story