Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ઈડર નગરપાલિકા દ્વારા મૂકેલી પ્લાસ્ટિકની પાણીની ટાંકી ફાટી, યુવતીને પહોચી ગંભીર ઈજા

સાબરકાંઠા : ઈડર નગરપાલિકા દ્વારા મૂકેલી પ્લાસ્ટિકની પાણીની ટાંકી ફાટી, યુવતીને પહોચી ગંભીર ઈજા
X

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં આવેલ રામ ટેકરી વિસ્તારમાં નગરપાલિકા ધ્વારા લોક ઉપયોગ માટે 10 હજાર લીટરની

પ્લાસ્ટિકની પાણીની ટાંકી મુકવામાં આવી છે. આ ટાંકીમાંથી પાણી ભરવા જતા ટાંકી અચાનક ફાટતા એક 18 વર્ષીય યુવતી પાણીના પ્રવાહમાં તણાઈ જતા તેને કમરના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. ત્યાર બાદ યુવતીને ઇડર સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

ઈડર નગરપાલિકાની

ગંભીર બેદરકારીને લીધે બનાવ બનવા છતાં નગરપાલિકાએ આ બાબતે ઇજાગ્રસ્ત યુવતીને કોઈ સહાયરૂપ મદદ કરી ન હતી. હવે ભવિષ્યમાં કોઈ મોટી હોનારાત ન સર્જાય તે માટે ઇડર નગરપાલિકા દ્વારા શહેરમાં અન્ય

નુકશાનીવાળી પ્લાસ્ટિકની ટાંકીઓ વહેલી તકે બદલીને નવી ટાંકી મૂકવામાં આવે તેવી

લોકમાંગ ઉઠવા પામી છે.

Next Story