Connect Gujarat
Featured

સાબરકાંઠા : પ્રાંતિજ સ્થિત બ્રહ્માણી માતાના મંદિરે યોજાયો ધ્વજારોહણનો કાર્યક્રમ, પલ્લી મેળો રખાયો મોકૂફ

સાબરકાંઠા : પ્રાંતિજ સ્થિત બ્રહ્માણી માતાના મંદિરે યોજાયો ધ્વજારોહણનો કાર્યક્રમ, પલ્લી મેળો રખાયો મોકૂફ
X

સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. જોકે આ વર્ષે કોરોનાના ગ્રહણ વચ્ચે સરકારની ગાઈડલાઈન અનુસાર નવરાત્રી યોજાઈ રહી છે, ત્યારે પ્રાંતિજ સ્થિત બ્રહ્માણી માતાના મંદિરે પ્રથમ નોરતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો.

પવિત્ર નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ચુક્યો છે, ત્યારે પ્રાંતિજ સ્થિત સુપ્રસિધ્ધ શ્રી બ્રહ્માણી માતાના મંદિરે કોરોનાના ગ્રહણ વચ્ચે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા મંદિર સહિત પરિસરને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. તો મંદિરમાં આવેલ દરેક માઇભક્તોને ફરજીયાત માસ્ક પહેરવા સહિત સરકારની ગાઈડલાઈનનું પાલન કરવવામાં આવ્યું હતું.

આજથી શરૂ થતાં પ્રથમ નોરતે બ્રહ્માણી માતાના મંદિરમાં આરતી યોજાઈ હતી. જેમાં પટેલ સમાજના ભાઇ-બહેનો તથા માઇભકતો ઉપસ્થિત રહી માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો બ્રહ્માણી મંદિર ખાતે પાંડવો વખતથી ભરાતો પલ્લી મેળો આ વર્ષે કોરોનાના ગ્રહણના કારણે મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા મોકૂફ રાખવામાં આવ્યો છે.

Next Story