Connect Gujarat
Featured

સાબરકાંઠા : પ્રાંતિજ નજીક પોલીસ બસ અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત, પોલીસકર્મીઓનો આબાદ બચાવ

સાબરકાંઠા : પ્રાંતિજ નજીક પોલીસ બસ અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત, પોલીસકર્મીઓનો આબાદ બચાવ
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા નજીક ઇડરના મૂડેટીથી અમદાવાદ પોલીસ બંદોબસ્તમાં જતી પોલીસ બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસમાં જઇ રહેલ સાતેય પોલીસ જવાનોનો આબાદ બચાવ થયો હતો.

મળતી માહિતી અનુસાર, હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 8 પર પ્રાંતિજના મજરા નજીક સાબર કોલેજ પાસે ગત રાત્રીના સમયે ટેન્કર અને પોલીસ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇડરના મૂડેટીથી અમદાવાદ ખાતે પોલીસ કાફલો બસમાં સવાર બંદોબસ્તમાં જતો હતો તે દરમ્યાન પ્રાંતિજના મજરા નજીક પૂર ઝડપે આવી રહેલા ટેન્કર ચાલકે પોલીસ બસ સાથે અકસ્માત સર્જ્યો હતો.

અકસ્માત બાદ ટેન્કર ચાલક ટેન્કરને સ્થળ પર જ મુકીને ફરાર થઈ ગયો હતો. તો પોલીસ બસમાં સવાર 7 જેટલા પોલીસ જવાનોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ કાફલો તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story