Connect Gujarat
Featured

સાબરકાંઠા : ટાયર પંચરની દુકાન નજીક ટાયરનો જથ્થા અને ટ્રક ભભૂકી ઉઠ્યો, જાણો કેવી રીતે લાગી હતી આગ..!

સાબરકાંઠા : ટાયર પંચરની દુકાન નજીક ટાયરનો જથ્થા અને ટ્રક ભભૂકી ઉઠ્યો, જાણો કેવી રીતે લાગી હતી આગ..!
X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર નજીક અચાનક આગ લાગવાની ઘટના સર્જાઈ હતી, ત્યારે આગ લાગતાની સાથે જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, હિંમતનગર શહેરમાં NG પ્રોજેક્ટ નામની ઓફીસ નજીક આવેલ ટાયર પંચરની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે આસપાસ હાજર રહેલા લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોકે ટાયર પંચરની દુકાનના જ એક વ્યક્તિ દ્વારા ટાયરના જથ્થાની બાજુમાં કચરો સળગાવવામાં આવ્યો હતો, ત્યારે ભારે પવનના કારણે આગ વધુ પ્રસરી જતાં ટાયરનો જથ્થો અને નજીકમાં જ પાર્ક કરેલ ટ્રકમાં પણ આગ લાગી હતી.

જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં એક વોટર બાઉઝરની મદદથી ભારે જહેમતે આગ પર કાબુ મેળવાયો હતો. સમગ્ર ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story