Connect Gujarat

સાબરકાંઠા : સુખડ ગામ નજીક અમદાવાદના પોલીસ જવાનનું અજાણ્યા વાહનની ટક્કરે નીપજ્યું મોત

સાબરકાંઠા : સુખડ ગામ નજીક અમદાવાદના પોલીસ જવાનનું અજાણ્યા વાહનની ટક્કરે નીપજ્યું મોત
X

સાબરકાંઠા જિલ્લાના

પ્રાંતિજ તાલુકાના સુખડ ગામની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરથી અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ તાલુકાના સુખડ ગામની સીમમાં વહેલી સવારે કોઇ

અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી મૃતક અશ્વિન કુમારને ટક્કર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી હતી. અશ્વિન કુમાર કાન્તીલાલ ચાવડા કે, જેઓ અમદાવાદ ખાતે આવેલ કારંજ પોલીસ સ્ટેશનમાં

ફરજ બજાવતા હતા જેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માતના બનાવની જાણ થતાં જ સાબરકાંઠા એસપી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક, ડીવાયએસપી કે.એચ.સૂર્યવંશીસહિત, પ્રાંતિજ પીઆઈ એમ.ડી.ચંપાવત સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં પોલીસ જવાનનું મોત થતાં ડોગ સ્કોડ, FSL સહિતની ટીમ બોલાવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તો પોલીસ જવાનના મૃતદેહને પીએમ અર્થે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તો પ્રાંતિજ પોલીસ દ્વારા મૃતક અશ્વિન કુમાર ચાવડાની પત્નીની ફરીયાદના

આધારે અકસ્માતનો ગુન્હો નોંધી અજાણ્યા વાહન ચાલકની સહિતની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Next Story
Share it