Connect Gujarat
Featured

સાબરકાંઠા : વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે કરી આત્મહત્યા, સ્થાનિકોએ રેલી કાઢી પાડ્યો સજ્જડ બંધ

સાબરકાંઠા : વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે કરી આત્મહત્યા, સ્થાનિકોએ રેલી કાઢી પાડ્યો સજ્જડ બંધ
X

વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતની આત્મહત્યા મામલે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આંજણા ચૌધરી સમાજના અગ્રણીઓ, મહિલાઓ અને યુવાનોએ વિશાળ રેલી કાઢી સજ્જડ બંધ દ્વારા પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

સાબરકાંઠાના વડાલીમાં ખેડૂત નરેશ પટેલે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લેતા તેઓના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ખેડૂતે આત્મહત્યા કરી લેતા જવાબદાર 7 જેટલા ઇસમો વિરુદ્ધ વડાલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પરંતુ ૭૨ કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી, ત્યારે સાડી સત્યાવીસ આંજણા ચૌધરી પટેલ વિકાસ મંડળ દ્વારા સમાજના અગ્રણીઓ, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં યુવાનોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે બંધના એલાનના પગલે સજ્જડ બંધ પાડી જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવાયું હતું.

આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે, જ્યાં સુધી આ કેસમાં સંડોવાયેલ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતકના અંતિમ સંસ્કાર કરાશે નહીં. ઉપરાંત આરોપી વ્યાજખોરોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

Next Story