Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: વડાલી કંપા ખાતે આવેલા પાવન ધામના સંતશ્રી તુલસીબાપા બ્રહ્મલીન,યોજાઇ પાલખી યાત્રા

સાબરકાંઠા: વડાલી કંપા ખાતે આવેલા પાવન ધામના સંતશ્રી તુલસીબાપા બ્રહ્મલીન,યોજાઇ પાલખી યાત્રા
X

સાબરકાંઠાના વડાલીમાં આવેલા કચ્છ કડવા પાટીદાર સમાજનું પાવન ધામ સંત નથ્થુરામ

બાપા સેવા ટ્રસ્ટ વડાલી કંપા ખાતે આવેલું છે.આ પાવન ધામના પરમપૂજ્ય સંત શ્રી

તુલસીબાપાની અચાનક બુધવારે તબિયત લથડતાં તેમને સારવાર અર્થે ઈડર લઈ જવામાં આવ્યા

હતા.ત્યારબાદ સારવાર દરમિયાન તેઓ બ્રહ્મલીન થયા હતા. આ સંત શ્રી તુલસીબાપા ૭૨

વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા.

આ સમાચાર વડાલી શહેરમાં જાણ થતાં કચ્છ કડવા પાટીદાર સમાજમાં શોકની લાગણી છવાઈ

હતી ત્યારે વહેલી સવારથી જ તેમના પાર્થિવ દેહ ને તેમના અનુયાયીઓ માટે અંતિમ દર્શન

રાખવામાં આવ્યા હતા ત્યારબાદ બપોરના સમયે સંત શ્રી તુલસીબાપા ની પાલખી યાત્રા

યોજવામાં આવી હતી.આખા સાબરકાંઠા જિલ્લાનાના તેમના અનુયાયીઓ તેમજ કરછ કડવા પાટીદાર

સમાજના લોકો આ સંત શ્રી તુલસીબાપાના પાવનધામે ઉપસ્થિત રહ્યા હતા અને પાલખી

યાત્રામાં જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Next Story