Connect Gujarat
Featured

સાબરકાંઠા : વાહન ચોરી કરતા સગીર સહિત 2 શખ્સો ઝડપાયા, 20 બાઈક મળી રૂ. 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત

સાબરકાંઠા : વાહન ચોરી કરતા સગીર સહિત 2 શખ્સો ઝડપાયા, 20 બાઈક મળી રૂ. 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત
X

સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ચોરીના બાઇક સાથે ફરતા 2 શખ્સોને દબોચી લઇ વાહન ચોરીના ગુનાનો પર્દાફાશ કરી રૂપિયા 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીકની સુચનાના આધારે ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક બી.સી.બારોટના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પી.એસ.આઈ. વી.બી.પટેલ સહિત પોલીસ સ્ટાફ ખેડબ્રહ્મા બસ સ્ટેશન હાઇવે પર વાહન ચેકીંગ કરતા હતા. તે દરમ્યાન ખેરોજ હાઇવે તરફથી હીરો આઇસ્માર્ટ બાઇક GJ 31 B 5023 લઇને 2 શખ્સો આવતા તેને રોકવા જતાં પોતાનું બાઇક પરત ફેરવી ખેરોજ તરફ ભાગ્યા હતા. પોલીસે તેનો પીછો કરી જગમેર કંપા પાસેથી રાજસ્થાનના એક સગીર તથા અન્ય કાન્તીલાલ પારઘીને ઝડપી પાડ્યા હતા.

જોકે પોકેટ કોપ મોબાઇલ પર તપાસ કરતા આ બાઇકની ચોરીનો ગુનો ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોવાથી વધુ તપાસ હાથ ધરી હતી, ત્યારે જિલ્લામાં વિવિધ સ્થળે ગુના આચારેલા હોવાનું બહાર આવતા પોલીસે અન્ય 19 બાઇક રિકવર કરી કુલ રૂપિયા 3.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય 7 શખ્સોને પણ વહેલી તકે ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Next Story