Connect Gujarat
Featured

સાબરકાંઠા : તલોદની કચેરીમાં ચાલુ નોકરી પર દારૂની મજા માણતા કર્મચારીનો વિડીયો થયો વાયરલ

સાબરકાંઠા : તલોદની કચેરીમાં ચાલુ નોકરી પર દારૂની મજા માણતા કર્મચારીનો વિડીયો થયો વાયરલ
X

ગુજરાત સરકાર ભલે ગુજરાતમાં ચુસ્ત દારૂબંધી હોવાની વાત કરતી હોય છે પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની ઐસી કી તૈસી તલોદના જ એક સરકારી કર્મચારી દ્વારા કરવામાં આવી છે. સરકારી કચેરીમાં કર્મચારીનો દારૂ પીતા વિડીયો વાઈરલ થયો છે. આ વાયરલ વિડીયો સાબરકાંઠા જીલ્લાના તલોદની આઈ.સી.ડી.એસ. કચેરીનો છે. પણ આ કચેરીને જાણે દારૂબંધીમાંથી કે સરકારના નિયમોમાંથી જાણે બાકાત કરી દેવામાં આવી હોય તેમ આ કચેરીના જ કર્મચારી વિષ્ણુસિંહ કચેરીમાં દારૂની મહેફિલ યોજી હતી જોકે કોઈ વ્યક્તિ દ્વારા મહેફિલનો વિડીયો ઉતારીને વાયરલ કરાયો હતો.

જો કે આ વિડીયો વાઈરલ થયા બાદ મીડિયાના કેમેરા જોઇને કર્મચારી વિષ્ણુસિંહ ચાલુ ઓફિસે થી ભાગી છૂટ્યા હતા તો બીજી તરફ મહિલા અધિકારી રશ્મિકાબેન પ્રજાપતિને પૂછતા તેમણે કહ્યું કે, “તેઓ ફિલ્ડમાં હોય ત્યારે ઓફિસમાં શું ચાલતું હોય તેનાથી અજાણ હોય છે.” આમ કહીને અધિકારીનો લૂલો બચાવ કરતાં હોય તેમ જણાતું હતું.

Next Story