Connect Gujarat
Featured

બનાસકાંઠા : 300 રૂપિયા પુરા આપવા પડશે નહિ તો કાર ખાલી કર, જુઓ કોણ માંગી રહયું છે હપ્તો

બનાસકાંઠા : 300 રૂપિયા પુરા આપવા પડશે નહિ તો કાર ખાલી કર, જુઓ કોણ માંગી રહયું છે હપ્તો
X

બનાસકાંઠાના એક પોલીસ કર્મચારીનો કાર ચાલકો પાસેથી હપ્તો માંગતો હોય તેવો વિડીયો હાલ સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

રાજયમાં ખાનગી વાહનોમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરતાં હોય છે. નિયમોનો ભંગ કરી ખાનગી વાહનચાલકો ઘેટા-બકરાની જેમ મુસાફરોને બેસાડતાં હોય છે. આ બધું પોલીસની રહેમનજર વિના શકય નથી ત્યારે સાબરકાંઠાના એક પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે. આ પોલીસ કર્મચારી ખાલી ગાડીના 300 અને મજુરો ભરેલી ગાડીના 500 રૂપિયા માંગી રહયો હોવાનું વિડીયોમાં દેખાઇ રહયું છે. એક વાર હપ્તો આપ્યાં પછી વડગામમાં પોતાની જવાબદારી હોવાનું પણ પોલીસ કર્મચારી કારચાલકને કરી રહયો છે. હાલ તો પોલીસ વિભાગ તરફથી આ વિડીયો બાબતે કોઇ સ્પષ્ટા કરવામાં આવી નથી.

Next Story