Connect Gujarat
Featured

સચિન તેંડુલ્કરના પુત્ર અર્જુનને IPLની મુંબઈ ઇંડિયન ફ્રેન્ચાઇસી ખરીદે તેવી અટકળો

સચિન તેંડુલ્કરના પુત્ર અર્જુનને IPLની મુંબઈ ઇંડિયન ફ્રેન્ચાઇસી ખરીદે તેવી અટકળો
X

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. અર્જુન તેંડુલકરની બેસ પ્રાઈસ 20 લાખ રૂપિયા છે. અર્જુન તેંડુલકર હાલમાં જ મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળ્યો છે, જેનાથી અંદાજો લગાવાઈ રહ્યો છે કે શું આઈપીએલની હરાજી પહેલાં જ તેમનું સિલેક્શન થઈ ગયું છે! માનવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ અર્જુન તેંડુલકરને ખરીદવા માંગે છે.

અર્જુન તેંડુલકરે 14 ફેબ્રુઆરીએ મુંબઈમાં 73મા પોલીસ આમંત્રણ શીલ્ડ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ગ્રુપ એ મુકાબલામાં 31 બોલમાં 77 રનની ઈનિંગ રમી હતી અને 41 રન આપી ત્રણ વિકેટ પણ ખેરવી હતી. તેમણે સ્પિન બોલર હાશિર દાફેદારની એક જ ઓવરમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા. 21 વર્ષીય અર્જુને પોતાની શાનદાર ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગા લગાવ્યા હતા. અર્જુન તેંડુલકરના પ્રદર્શનને પગલે એમઆઈજી ક્રિકેટ ક્લબે ઈસ્લામ જિમખાનાને 194 રને માત આપી હતી.

અર્જુને હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી મુંબઈની સીનિયર ટીમમાં પદાર્પણ કર્યું હતું. આજે ચેન્નઈમાં રમાનાર ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજી માટે તેમની દાવેદારી ખુબ મજબૂત છે. અર્જુન તેંડુલકરે હરાજી પહેલાં નીતા અંબાણીની ટીમ મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરી હતી.

અર્જુને પોતાના સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો. અર્જુન મુંબઈની જર્સીમાં જીમમાં પરસેવો વહાવતો જોવા મળી રહ્યો છે. અર્જુનની આ તસવીર બાદ ફેન્સે અંદાજો લગાવવો શરૂ કરી દીધો કે આગામી આઈપીએલમાં અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. આઈપીએલ 2021ની હરાજીમાં કુલ 292 ખેલાડીઓની બોલી લાગશે.

Next Story
Share it