Connect Gujarat
ગુજરાત

શહીદ જવાનોના ઘર આંગણાની માટી એકત્ર કરી બેંગલોરનો યુવાન પુલવામા ખાતે બનાવશે ભારતનો નક્શો

શહીદ જવાનોના ઘર આંગણાની માટી એકત્ર કરી બેંગલોરનો યુવાન પુલવામા ખાતે બનાવશે ભારતનો નક્શો
X

પુલવામામાં થયેલ આતંકી હુમલામાં તમામ ૪૦ શહીદ જવાનોના ઘર આંગણા તેમજ શહીદ જ્યાં દફન થયા હોય તે સ્થળની માટી એકત્ર કરી રહેલ બેંગ્લોરનો યુવાન કીમ આવી પહોંચ્યો હતો. આ યુવાન માટી એકત્ર કરી પુલવામાં ખાતે માટીથી ભારત દેશનો નક્શો બનાવી શહીદ જવાનોને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

દેશના વીર શહીદ જવાનો માટે જેટલું કરીએ એટલું ઓછું છે. તેઓની શહાદતના તોલે દુનિયાની સંપતિઓ ઝાંખી પડી જાય છે, ત્યારે અનેક લોકો છે જેઓના દિલમાં વીર શહીદો અને તેમના પરિવાર માટે અત્યંત પ્રેમ છે. પુલવામાં ખાતે થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલ ૪૦ જવાનોને ત્યાં જઈ તેઓના ઘર આંગણા અને જ્યાં તેઓને દફન કર્યા હોય તે સ્થળની માટી એકત્ર કરી પુલવામાં ખાતે ભારત દેશનો નક્શો બનાવી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. આ ઉમદા કાર્ય માટે બેંગ્લોરનો યુવાન કીમ ખાતે આવી પહોંચ્યો હતો.

બેગ્લોર ખાતે રહેતા મ્યુઝિક શીખવતા યુવક ઉમેશ જાધવ એક મોટરકાર સાથે ૯ એપ્રિલના રોજથી કાર મારફત નીકળી પુલવામાં હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને ત્યાં પહોંચી તેઓના ગામની ઘર આંગણાની એકત્ર કરેલ માટીથી પુલવામાં ખાતે ભારત દેશનો નક્શો બનાવવાની નેમ સાથે નીકળેલ યુવાન કીમ આવી પહોંચ્યો હતો. મોટરકારને સંપૂર્ણ આર્મીની જેમ તૈયાર કરી તેના ઉપર શહીદોના નામ, તેઓની તસ્વીર તેમજ વિવિધ સૂત્રો લખેલ જોવા મળે છે. બેંગ્લોરથી ૯ એપ્રિલના રોજ નીકળેલ યુવક અત્યાર સુધી પુલવામાં ખાતે શહીદ થયેલ ૭ જવાનોના ત્યાંથી માટી એકત્ર કરી છે. તમામ શહીદોને ત્યાં જશે ત્યારે કારની પાછળ માટી ભેરેલ પાત્ર મુકવા એક ગાડી તૈયાર કરી છે, જેમાં સાયકલ, ટાયર ટ્યુબ સહિત અન્ય જરૂરી ચીજ વસ્તુઓ જોવા મળે છે. સમગ્ર કાર ઉપર દેશપ્રેમના વિવિધ સૂત્ર, આર્મી ફોટો સહિત સુવિચારોનું ચિત્રણ જોવા મળે છે, જેના થકી સમાજના લોકોમાં જાગૃતતા આવી શકે છે.

કનેક્ટ ગુજરાત, કીમના સંવાદદાતાએ ઉમેશ જાધવ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, હું બેંગ્લોરથી નીકળ્યો છું. પુલવામાં ખાતે શહીદ થયેલ ૪૦ જવાનોને ત્યાં પહોંચી તેઓના ગામ, ઘર આંગણાની માટી કે જ્યાં દફન કરવામાં આવ્યા છે તે સ્થળની માટી એકત્ર કરી રહ્યો છું. જેના થકી પુલવામાં ખાતે આ જ માટીથી સૌપ્રથમ વાર ભારત દેશનો નક્શો તૈયાર કરવામાં આવશે. અત્યાર સુધી ૭ જેટલા શહીદ જવાનોને ત્યાં પહોંચી માટી એકત્ર કરી છે. દેશના યુવકો માત્ર ફેસબુક, વોટસસેપ પર નહિ શહીદ જવાનોને ઘરે પણ જાઓ અને તેમના પરિવારને મદદરૂપ થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.

Next Story