Connect Gujarat
Featured

સલમાન ખાને પોતાનું વચન પૂરું કર્યું; પોસ્ટર શેર કરીને કહ્યું ક્યારે રીલીઝ થશે 'રાધે'

સલમાન ખાને પોતાનું વચન પૂરું કર્યું; પોસ્ટર શેર કરીને કહ્યું ક્યારે રીલીઝ થશે રાધે
X

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'રાધે' 13મે 2021ના ​​રોજ રીલિઝ થવા જઈ રહી છે. સલમાને તેના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને આ અંગેની માહિતી આપી છે. સલમાને કહ્યું છે કે આ ફિલ્મ પૂર્વનિર્ધારિત તારીખે રિલીઝ થશે. સલમાનના ચાહકો આ ફિલ્મની રજૂઆતની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

માહિતી આપતાં સલમાને કહ્યું કે આ ફિલ્મ 13 મેના રોજ રીલિઝ થશે. ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે સલમાને લખ્યું કે, "મેં ઇદનું કમિટમેંટ કરી હતી, ફિલ્મ ઈદ પર જ આવશે. કારણ કે એકવાર હું..." તેણે આ કેપ્શન સાથે #RadheOn13thMay અને #2MonthsToRadhe હેશટેગ પણ શેર કરી છે.

ફિલ્મનું પોસ્ટર પણ ખૂબ પ્રભાવશાળી છે. આ પોસ્ટરમાં જોઇ શકાય છે કે સલમાન એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મના પોસ્ટરમાં જ બતાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ કેટલી દમદાર બનશે. જો કે ફિલ્મની રજૂઆત પછી સ્પષ્ટ થઈ જશે કે આ વર્ષે આ ફિલ્મ કેટલી કમાણી કરી શકે છે. જણાવી દઈએ કે સલમાન દર વર્ષે ઈદ નિમિત્તે તેની ફિલ્મ રિલીઝ કરે છે. આ ફિલ્મ આ વર્ષે ઇદ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં દિશા પટાણી, રણદીપ હૂડા, જેકી શ્રોફ, ગૌતમ ગુલાટી અને સુધાંશુ પાંડે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

આ ફિલ્મ ફક્ત થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ વર્ષ 2021ની સૌથી મોટી ફિલ્મ હશે.

Next Story