Connect Gujarat
Featured

'પ્યાર કરોના' રિલીઝ: સલમાને ગીત ગાઇને સમજાવ્યું 'ખ્યાલ કરોના'

પ્યાર કરોના રિલીઝ: સલમાને ગીત ગાઇને સમજાવ્યું ખ્યાલ કરોના
X

સલમાન ખાને સોમવારે પોતાનું નવું ટ્રેક 'પ્યાર કરોના' રિલીઝ કર્યું છે, જે કોરોના વાઇરસ પર આધારિત છે. કોરોના વાઇરસ મહામારી પર આધારિત આ ટ્રેકમાં સલમાને રૈપની સાથે ગીત ગાયું છે અને સમજાવ્યું છે કે, કોવિડ 19થી બચવા માટે લોકોએ થોડા સેલ્ફિશ થઇને ઘરમાં રહેવાની જરુર છે..

https://www.instagram.com/p/B_MOSBeleHd/?utm_source=ig_embed&utm_campaign=loading

અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા પર નવું ટ્રેક રિલીઝ થયાની માહિતી આપી હતી અને પોસ્ટ શેર કરી હતી. આ ગીતના લિરિક્સ સલમાન ખાને અને હુસૈન દલાલે લખ્યા છે અને તેને હિટ સંગીતકાર સાજિદ-વાજિદની જોડીએ કંપોઝ કર્યું છે.

સલમાન ખાને પહેલા પણ કેટલાય બૉલિવૂડ સેલેબ્સની સાથે મળીને કોરોના વાઇરસની વચ્ચે લોકોને કોવિડ 19 સામે જાગૃતતા ફએલાવા માટે કેટલાય ટ્રેક્સ લૉન્ચ કર્યા હતા. જેમાં સૌથી ખાસ 'મુસ્કુરાયેગા ઇન્ડિયા' હતું, જેમાં અક્ષય, કૃતિ સેનોન, આયુષ્માન ખુરાના જેવા સ્ટાર્સનો સમાવેશ હતો.

Next Story