Connect Gujarat
મનોરંજન 

સલમાન ખાને કોરોના વાઇરસ પર આધારિત તેનું સોન્ગ ‘પ્યાર કરોના’નું ટીઝર રિલીઝ કર્યું, આવતીકાલે તેની યુ ટ્યુબ ચેનલ પર રિલીઝ કરશે

સલમાન ખાને કોરોના વાઇરસ પર આધારિત તેનું સોન્ગ ‘પ્યાર કરોના’નું ટીઝર રિલીઝ કર્યું, આવતીકાલે તેની યુ ટ્યુબ ચેનલ પર રિલીઝ કરશે
X

નવેલ ફાર્મહાઉસમાં પરિવાર સાથે લોકડાઉનમાં સલમાન ખાન ફસાયો છે. કોરોના વાઇરસને ગંભીરતાથી લઈને ઘરે જ રહેવા માટે તેણે લોકોને ઘણી અપીલ કરી છે. હવે તે આ પરિસ્થિતિ પર એક સોન્ગ લઈને આવી રહ્યો છે. ‘પ્યાર કરોના’ સોન્ગને સલમાને માત્ર ગાયું જ નથી પણ હુસૈન દલાલ સાથે મળીને લખ્યું પણ છે. આ સોન્ગ સલમાન ખાનની યુ ટ્યુબ ચેનલ પર આવતીકાલે 20 એપ્રિલના રિલીઝ થશે. તેણે સોન્ગનું ટીઝર રિલીઝ કર્યું છે.

સોશિયલ મીડિયા પર ટીઝર રિલીઝ કરતા લખ્યું કે, હું મારા હેન્ડલથી તમને જણાવી રહ્યો છું કે આવતીકાલે મારી યુટ્યુબ ચેનલ પર..., મારું શું? આ આપણું છે. સલમાનની યુ ટ્યુબ ચેનલ બીઇંગ સલમાન ખાન પર આ વીડિયો આવતીકાલે રિલીઝ થશે. આ સોન્ગને સાજીદ વાજિદે કમ્પોઝ કર્યું છે.

https://www.instagram.com/p/B_JyTOKFN8p/?utm_source=ig_embed

સલમાને આ પોસ્ટ પર સ્ટે હોમ, લોકડાઉન, સ્ટે સ્ટ્રોંગ, કોરોના વાઇરસ, ઇન્ડિયા ફાઇટ્સ કોરોના વગેરે હેશટેગ પણ માર્યા હતા.

Next Story