સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આવી ઘટના બીજીવાર ન ઘટે તેવી માંગ ઉઠાવી.

ઉતર પ્રદેશના આગ્રાના નોમિલ ગામ ની ૧૫ વર્ષની સંજાલી જે અશરફી દેવી ઇન્ટર કોલેજમાં દસ માં ધોરણ માં અભ્યાસ કરતી હતી. જે ૧૮.૧૨.૨૦૧૮ ના મંગળવારે કોલેજ થી આવતી હતી ત્યારે તે સમયે બે દબંગો એ તેના પર પેટ્રોલ છાંટી તેને જીવતી સળગાવી નાખવામાં આવી હતી. બાદ માં દિલ્હી ની સફદરજંગ હોસ્પિટલ માં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જેના વિરોધ માં જામનગરમાં શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા નહિ પણ માત્ર ને માત્ર એક દીકરી હતી એ હેતુ થી સ્વયંભુ હાજર રહી લોકો એ શહેર ના લાખોટા તળાવે ગેઇટ નંબર ૧ પાસે યુવક યુવતીઓ અને બાળકો સ્વયંભુ જોડાયા હતા. આ બનાવ દરેક દીકરી ના માબાપ નું કલેજું કંપાવી નાખનાર છે જમા થયેલા લોકો ની માંગણી હતી કે આ મુદે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આવી ઘટના બીજીવાર ન ઘટે તેવી માંગ ઉઠાવી હતી.

LEAVE A REPLY