Connect Gujarat
દેશ

સંજય દત્તની બાયોપિક 'સંજુ' સામે ગેંગસ્ટર અબુ સાલેમને છે વાંધો, નિર્માતાઓને મોકલી નોટીસ

સંજય દત્તની બાયોપિક સંજુ સામે ગેંગસ્ટર અબુ સાલેમને છે વાંધો, નિર્માતાઓને મોકલી નોટીસ
X

નિર્માતા ૧૫ દિવસમાં માફી નહીં માગે તો માનહાનિનો કેસ કરવાની ચિમકી પણ આપી

ગેંગસ્ટર અબુ સાલેમને સંજય દત્તની બાયોપિક સંજુ સામે વાંધો પડી ગયો છે. અબુ સાલેમે સંજુના નિર્માતાઓને નોટિસ ફટકારીને આક્ષેપ કર્યો છે કે ફિલ્મમાં અબુ સાલેમ અંગે ખોટી જાણકારી આપવામાં આવી છે.

નવાઈની વાત એ છેકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં એક સમયે આતંક મચાવનાર અને એક જમાનામાં દાઉદના ખાસ સાથીદાર મનાતા અબુ સાલેમે નિર્માતા ૧૫ દિવસમાં માફી ના માગે તો માનહાનિનો કેસ કરવાની ચિમકી ઉચ્ચારી છે. એક સમયનો ડોન અબુ સાલેમ હાલમાં જેલમાં છે અને તેને સરકાર પોર્ટુગલથી પ્રત્યાર્પણ સંધિના ભાગરુપે ભારત લઈ આવી હતી. તેની સામે ખંડણી અને હત્યા સહિતના વિવિધ કેસો હાલમાં ચાલી રહ્યા છે.

Next Story