Connect Gujarat
Featured

અમદાવાદ : કોરોનાથી ગફલતમાં ન રહેશો, જુઓ શંકરસિંહ વાઘેલાના અનુભવો

અમદાવાદ : કોરોનાથી ગફલતમાં ન રહેશો, જુઓ શંકરસિંહ વાઘેલાના અનુભવો
X

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોનામાંથી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ તેમણે ખબર અંતર પુછવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં જ એનસીપીમાંથી રાજીનામું આપનારા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની તબિયત લથડતા તેમને અમદાવાદની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. સારવાર બાદ તેઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તાળીઓના ગડગડાટ સાથે તેમને હોસ્પિટલમાંથી વિદાય આપવામાં આવી હતી. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, આઠ દિવસ દરમિયાન તમામ તબીબોએ મને સારી ટ્રીટમેન્ટ આપી છે. હું અહીંયા આવ્યો ત્યારે સ્થિતિ ખરાબ હતી અને હવે જઈ રહ્યો છું ત્યારે એકદમ સ્વસ્થ છું.

જે લોકો અહીં દુઃખી થઈને આવે સાજા થઈને જાય એવી પ્રાર્થના કરીશ. હું છેલ્લા બે-ત્રણ મહિના દરમિયાન લોક સંપર્કમાં હતો અને ખુબ ફર્યો છું. હું ઓવર કૉન્ફિડન્સમાં હતો કે મને કોરોના રૂટિન છે. ભરૂચમાં કંપનીમાં અકસ્માતે મૃત્યુ પામેલા લોકો વચ્ચે હતો. આ તમામ મુલાકાતોમાં ક્યાંક કોઈ જગ્યાએ મને કોરોના ચોંટ્યો હશે.

Next Story