સંસદની કાર્યાવહી પર કોરોના મહામારીની અસર, ચોમાસુ સત્ર યોજવા મળી બેઠક

0

કોરોના કાળમાં સંસદનું સત્ર શરૂ કરવાની ચર્ચા શરૂ થઈ છે. સંસદનું ચોમાસું સત્ર ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે.

કોરોના કાળમાં સંસદ સત્રને કેવી રીતે બોલાવવું તે અંગે ચર્ચા શરૂ થઈ છે. કારણ કે સામાન્ય દિવસોમાં, સંસદનું ચોમાસું સત્ર જુલાઈ-ઓગષ્ટમાં બોલાવવામાં આવતું હતું. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે સંસદ સત્રને કેવી રીતે બોલાવવું તે અંગે મૂંઝવણની સ્થિતિ છે. આ સંદર્ભમાં રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ ચોમાસું સત્ર કેવી રીતે બોલાવવું તે અંગે રાજ્યસભા સચિવાલયના અધિકારીઓ સાથે લાંબી બેઠક યોજી જેમાં ચર્ચા કરવા આવી કે ચોમાસુ સત્ર કેવી રીતે બોલાવવું કે જેથી સામાજિક અંતરનું પાલન પણ થાય અને સંસદનું સત્ર પણ વિક્ષેપિત ન થાય.

રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ સંસદ સત્ર બોલાવવા મહાસચિવ અને અન્ય અધિકારીઓ સાથે લગભગ 1 કલાક બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યસભાના સત્રને કોરોના સમયગાળા દરમિયાન કેવી રીતે બોલાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગ દરમિયાન, સામાજિક અંતરને અનુસરીને સભ્યોની ભાગીદારી કેવી રીતે વધારી શકાય છે તેની ચર્ચા કરવામાં આવી હતી. આ માટે સંસદના સેન્ટ્રલ હોલમાં બેસી અથવા બાલ યોગી ઓડિટોરિયમમાં બેસીને વર્ચુઅલ રીતે રાજ્યસભાની કાર્યવાહી,આ ભાગ લઈ શકે છે.

મીટિંગ દરમિયાન વેંકૈયા નાયડુએ કહ્યું કે, આગામી દિવસોમાં વર્ચુઅલ પાર્લામેન્ટની જરૂર પડશે, તેથી તેની તૈયારી કરવી જરૂરી છે. રાજ્યસભામાં સામાજિક અંતરનું અનુસરણ કરીને અને જો મીડિયા ગેલેરી સિવાયની તમામ ગેલેરીઓનો ઉપયોગ કરવામાં આવે તો મહત્તમ 127 લોકો બેસી શકે છે. એટલે કે, બાકીના સભ્યોને સેન્ટ્રલ હોલ અથવા બાલયોગી ઓડિટોરિયમ દ્વારા ગૃહની કાર્યવાહીમાં સામેલ કરી શકાય છે. આ દરમિયાન, રાજ્યસભાની મીડિયા ગેલેરીમાં પણ સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ. રહી વાત નવા સભ્યોની શપથ લેવાની, પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્નો પૂછવા અથવા બિલ પર મત આપવા અંગેની તો તે દરમિયાન વિશેષ સાવચેતી રાખીને પગલાં લેવામાં આવી શકે છે.

વેંકૈયા નાયડુએ અધિકારીઓને આ સંદર્ભે આગામી એક સપ્તાહમાં યોજના તૈયાર કરવા જણાવ્યું છે. આ બેઠકનો હેતુ એ હતો કે રાજ્યસભાની કાર્યવાહી માટે સંપૂર્ણ તૈયારીઓ થઈ શકે. જેથી જ્યારે પણ સરકાર સંસદનું સત્ર બોલાવવાનું નક્કી કરે ત્યારે તેમાં કોઈ દખલ ન થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here