Connect Gujarat
બ્લોગ

શબ્દશિલ્પી સૂરના સ્વામીનો સંગમ : સપ્તરંગી મુશાયરો

શબ્દશિલ્પી સૂરના સ્વામીનો સંગમ : સપ્તરંગી મુશાયરો
X

શનિવાર, તા ૧૭ મી નવેમ્બરની સાંજે ૭ કલાકે કે.જે. ચોક્સી પબ્લિક સાર્વજનિક લાયબ્રેરીમાં ઉપસ્થિત સાહિત્ય અને સંગીતપ્રેમીઓને જલ્સો પડી ગયો.

દેવેશ દવેએ રવિન્દ્ર સંગીતમાં કવિ ઉમાશંકર જોષી અનુવાદિત મહાત્મા ગાંધીજીનો સંદેશ આપતું ગીત લલકાર્યું. “મારું જીવન એ જ મારી વાણી” સૌ તરબોળ થયા અને વાતાવરણ જામી ગયું.

પ્રશાંત સોમાણીએ ઓપનિંગ કર્યું ચોગ્ગા છગ્ગા સાથે :

  • સગાવહાલા બધા પૂછે તબિયત કેમ છે ?

ખબર હોવા છતા પૂછે તબિયત કેમ છે ?

  • એની આંખો જોઈ સાલુ આજે થાતું પાક્કુ

આખ્ખે આખા ડૂબી જવું અંદર અંદર

  • ઊંઘ માટે લાખ પડખા ફરે પ્રશાંત

એ તો આવે તો આવે, કઈ દાસી નથી

  • વેદ વાંચ્યા, ગીતા વાંચી, ભાગવત્ આખું મોઢે

મા ની આંખ વાંચવાનો સમય ક્યાં સમય છે ? તારી પાસે

નરેન્દ્ર સોનારે રચના રજૂ કરી :

  • જ્યારે પણ દુ:ખ મને ઘેરવાની ફીરાકમાં હોય છે

એ શુ મને ઘેરવાનું, હું એને ઘેરી લઉ છું

  • અક્ષરોની જેમ સંબંધો પણ બોલ્ડ હોવા જોઈએ

કે વાંચવામાં તો થોડી સરળતા રહે

દેવેશ દવેએ ગૌરાંગ ઠાકરની રચના રજૂ કરી :

  • મણકે મણકા સ્થિર થયા છીએ

તારા પગલા સ્થિર થયા છીએ

  • તારા પગલાથી હું ચાલી ગઈ

તડકા પાછા તીર થયા છે.

  • ગુજરાત સરકારના તેમજ સાહિત્ય અને કલાજગતના બધા જ એવૉર્ડ હાંસલ કરનાર “મીલીના ઘર તરફ” નાટકના સર્જક યામિની વ્યાસે તો કમાલ કરી
  • લ્યો ૮૦ વર્ષે હરિએ મોકલ્યું માગુ

શું તમને ૧૮ વર્ષની લાગું ?

  • તમારી આંખોની આ કોઈ હરકત નથી

વ્હેરે અમને આખે આખા પાપણ વચ્ચે કોઈ કરવત નથી.

કવિયિત્રી રીનલ પટેલ :

  • હજીએ આ તરફની ભીંત બાકી છે

હજીએ થોડી ઘણી ઉમ્મીદ બાકી છે

  • પીડને પડકારવામાં મજા આવે છે

ક્યાં હસીને ટાળવામાં મજા આવે

  • લ્યો અમે પણ શીખી ગયા

કઈ જગ્યાએ શું બોલવાનું હોય છે.

  • સ્પ્રિંગની જેમ ક્યાં સુધી ખેંચશો સંબંધને

જો હશે સ્થિતિસ્થાપક એની મેળે આવશે.

  • એ તબિયત જોવા જ ના આવે

૧૦૧ તાવ શું કામનો ?

કવિશ્રી આદિલ મન્સુરીની ગઝલ વતનની ધૂળ ફરી મળે કે ન મળે દેવેશ દવે એવી રીતે રજુ કરી કે શ્રોતાઓ ઓતપ્રોત થઈ ગયા.

ભરૂચના કવિ હેમાંગ જોષી વર્ષી પડ્યા.

  • પ્રેમની વ્હાલા પરીક્ષા બહું આકરી હોય છે

મહેલમાં વનવાસ ઓઢીને બેસવાનું છે ?

  • કુવા તળાવ માંથી તો હિઝરત કરી ગયા

જળનો શું ફક્ત આંખમાં જ રહેવાનું હોય છે ?

  • મોકળું ભીતર હશે તો ચાલશે

કોઈની તકલીફ પણ સમજી જવાય

એટલું ભણતર હશે તો ચાલશે.

  • હાથ લંબાવું એ તું હોય ત્યાં એટલું અંતર હશે તો ચાલશે.
  • સંચાલિકા મયૂરિકા લેઉવાનું અદ્દભૂત સંચાલન.

ગુજરાતી ભાષા એ ગીત સંગીતને ઉજાગર કરતો જબરજસ્ત કાર્યક્રમ માણવાનું સદ્દભાગ્ય ભરૂચનાં નગરજનોને મળતું રહે એ જ શુભકામના.

Next Story