Connect Gujarat
Featured

સાઉદી સરકારે ફ્લાઇટ રદ કરતાં ઉમરાહ પ્રવાસીઓ એરપોર્ટથી જ ફર્યા પરત

સાઉદી સરકારે ફ્લાઇટ રદ કરતાં ઉમરાહ પ્રવાસીઓ એરપોર્ટથી જ ફર્યા પરત
X

કોરોના વાઈરસની અસરના કારણે અગમચેતીના પગલાં રૂપે સાઉદી અરબ પ્રશાસન દ્વારા ઉમરાહ યાત્રા કરવા આવતા અન્ય દેશના યાત્રીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતા મહીસાગર જિલ્લાના ૪૦ યાત્રીકો એરપોર્ટ પરથી વતન પરત ફર્યા હતા.

સાઉદી અરબમાં આવેલ પવિત્ર મક્કા અને મદીનામાં વિશ્વભરમાંથી યાત્રિકો ઉમરાહ અને હજ કરવા જાય છે. વર્ષ દરમિયાન કરોડો મુસ્લિમ સમુદાયના સાહીબે નિસાબ બિરાદરો ઇસ્લામના 5 અરકાનો માંના એક હજ અને ઉમરાહ અદા કરવા જાય છે. આ અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડાના સોળ જેટલાં યાત્રીઓ સહીત જિલ્લાના ૪૦ મુસ્લિમ યાત્રીઓ સાઉદી અરબમાં પવીત્ર ઉમરાહની યાત્રા કરવા જવા માટે વિઝા અને ટીકીટ મેળવી સાઉદી અરબ જવા માટે એરપોર્ટ જવા નીકળ્યા હતા. પરંતુ એરપોર્ટ પર પહોંચતા જ યાત્રીઓને મેસેજ દ્વારા વતન પરત ફરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

સાઉદી અરબ સરકાર દ્વારા કોરાના વાઈરસની અસરને લઈ અગમચેતીના ભાગરૂપે સાઉદી અરબ આવતી તમામ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી. જેના કારણે તમામ ઉમરાહના યાત્રીઓને ઘરે પરત ફરવાનો વાળો આવ્યો હતો. યાત્રા રદ થયાના સમાચાર મહીસાગર જિલ્લાના ૪૦ યાત્રીઓને મળતા તમામ યાત્રીઓ એરપોર્ટ પરથી પરત ઘરે આવ્યા હતા.

Next Story