સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન, એક સપ્તાહમાં જ ડેમો છલકાવી દીધાં

0

સૌરાષ્ટ્ર પર મેઘરાજા મહેરબાન થયાં હોય તેમ એક સપ્તાહથી અવિરત વરસાદ વરસી રહયો છે. મુશળધાર વરસાદને પગલે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં આવેલાં ડેમો ઓવરફલો થઇ ચુકયાં છે. ઓવરફલો થતાં ડેમના કારણે પ્રકૃતિનું સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે.

સૌરાષ્ટ્રમાં દર ઉનાળામાં પીવાના પાણીની તંગી રહેતી હોય છે પણ આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજા સૌરાષ્ટ્ર પર ઓળધોળ થઇ ગયાં છે. એક સપ્તાહથી અવિરત વરસી રહેલાં વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે તો મોટાભાગના ડેમ ઓવરફલો થઇ ચુકયાં છે.

જુનાગઢમાં આવેલું નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થતાં આહલાદક દ્રશ્યો જોવા મળી રહયાં છે. જુનાગઢમાં આવેલો વિલીંગ્ડન ડેમ ઓવરફલો થઇ રહયો છે.

દેવભુમિ દ્વારકાના ખંભાળીયામાં આવેલો ઘી ડેમ ઓવરફલો થતાં પાણી ખંભાળીયા શહેરમાં પ્રવેશી ચુકયાં. અમરેલી જિલ્લાના રાજુલા પાસે આવેલો ધાતરવાડી – 1 ડેમ ઓવરફલો થઇ ચુકયો છે જયારે ધાતરવાડી- 2 ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. આ બંને ડેમોને રાજુલા પંથકની જીવાદોરી સમાન ગણવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here