સાવલી-પોઇચા માર્ગ પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બે યુવકોના કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. વડોદરા જિલ્લાના સાવલી-પોઇચા માર્ગ પર તુફાન જીપ અને બાઇક વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના કરૂણ મોત નિપજવા પામ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના સાવલી – પોઇચા માર્ગ પર આજે સવારે તુફાન જીપ અને બાઇક વચ્ચે ગમ્ખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક પર સવાર થઇ બે યુવાનો જ્યારે સાવલીની મંજુસર ઓદ્યોગિક વસાહતમાં નોકરીએ જઇ રહ્યા હતા ત્યારે કાળનો કોળિયો બની જવા પામ્યા હતા.આશાસ્પદ યુવકોના મોતના પગલે ભારે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ અકસ્માત સંદર્ભે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY