Connect Gujarat
Featured

શ્રાવણ મહિના દર મંગળવારે કરવામાં આવતું વ્રત મંગળા 'ગૌરી વ્રત'

શ્રાવણ મહિના દર મંગળવારે કરવામાં આવતું વ્રત મંગળા ગૌરી વ્રત
X

28 જુલાઈએ મંગળા ગૌરી વ્રત કરવામાં આવશે. આ શ્રાવણના દર મંગળવારે કરવામાં આવતું વ્રત છે. આ વ્રત કરવાથી લગ્નજીવનની દરેક સમસ્યાઓ દૂર થઇ શકે છે. ખાસ કરીને જો મંગળ દોષની સમસ્યા હોય તો આ દિવસે પૂજા કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. પતિના લાંબા આયુષ્ય માટે પણ આ વ્રત કરવામાં આવે છે. પરણિત મહિલાઓ સિવાય આ વ્રત કુંવારી કન્યાઓ પણ કરે છે.

આ વ્રતનું મહત્વ કુંવારી મહિલાના મંગળા ગૌરી વ્રત કરવાથી લગ્નમાં આવી રહેલી બાધાઓ દૂર થઇ શકે છે. પરણિતાઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ પણ થાય છે. યુવતીઓ અને મહિલાઓની કુંડળીમાં લગ્નજીવનમાં કોઇ સમસ્યા હોય કે લગ્ન પછી પતિથી અલગ થવા જેવા અશુભ યોગ હોય તો તે મહિલાઓ માટે મંગળા ગૌરી વ્રત વિશેષ રૂપથી ફળદાયી છે.

લોકકથા પ્રમાણે ધર્મપાલ નામના સેઠ પાસે ખૂબ જ સંપત્તિ હતી. પત્ની પણ સારી હતી, પરંતુ તેમને કોઇ સંતાન હતું નહીં. માટે તેઓ દુઃખી રહેતાં હતાં. લાંબા સમયગાળા બાદ ભગવાનની કૃપાથી તેમને એક પુત્ર પ્રાપ્ત થયો. પુત્ર માટે જ્યોતિષીઓની ભવિષ્યવાણી હતી કે, બાળકની ઉંમર ઓછી રહેશે અને સોળમાં વર્ષમાં સાપના ડંખવાથી તેનું મૃત્યુ થશે. જ્યારે પુત્ર થોડો મોટો થયો ત્યાર તેના લગ્ન એવી યુવતી સાથે થયા જેની માતા મંગળા ગૌરી વ્રત કરતી હતી. આ વ્રતને કરનારી મહિલાની દીકરીને આજીવન પતિનું સુખ મળે છે અને તે હંમેશાં સુખી રહે છે. એટલે આ વ્રતના શુભ પ્રભાવથી ધર્મપાલના પુત્રને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થયું.

Next Story