Connect Gujarat

SBIએ બચત ખાતામાં લઘુતમ બેલેન્સ રૂ, ૧૦૦૦ થી વધારી રૂ.૫૦૦૦ કર્યું

SBIએ બચત ખાતામાં લઘુતમ બેલેન્સ રૂ, ૧૦૦૦ થી વધારી રૂ.૫૦૦૦ કર્યું
X

સ્ટેટ બેક ઓફ ઇન્ડિયાએ દેશના ૬ મેટ્રો શહેરોમાં સેવિંગ ખાતામાં માસિક સરેરાશ બેલેન્સ ૧૦૦૦ રૂપિયાથી વધારી ૫૦૦૦ રૂપિયા કર્યું છે,એટલે કે મેટ્રો શહેરોમાં SBIના સેવિંગ ખાતઘારકોએ ખાતામાં લઘુતમ બેલેન્સ ૫૦૦૦ રૂપિયા રાખવું પડશે,આ ઉપરાંત SBIએ લઘુતમ બેલેન્સ ન રાખવા પર વસુલવામાં આવતા દંડ અને ચેક બુક તથા લોકરની સેવા માટેના ચાર્જમાં પણ વધારો કર્યો છે,

સેવિંગ ખાતામાં લધુતમ બેલેન્સ ન રાખવા બદલ ગ્રામીણ શાખાઓના ખાતાધારકો પાસેથી ૨૦ રૂપિયા અને મેટ્રો શહેરના ખાતાધારકો પાસેથી ૧૦૦ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ૩૧ માર્ચ સુધી એક બુકની સુવિધા વગર લધુતમ બેલેન્સ ૫૦૦ રૂપિયા અને ચેક બુકની સુવિધા સાથે લધુતમ બેલેન્સ ૧૦૦૦ રૂપિયા રાખવું પડતું હતું,

SBI પછી જાહેર ક્ષેત્રની અન્ય બેંકો પર લઘુતમ બેલેન્સ અને દંડ તથા વિવિધ સુવિધાઓ માટેના ચાર્જમાં વધારો કરે તેવી શક્યતા છે,

દેશની સૌથી મોટી બેંક SBIએ મેટ્રો, અર્બન, સેમી અર્બન, અને રૂરલ વિસ્તારો માટે અલગ અલગ લઘુતમ બેલેન્સ રાખ્યું છે, મેટ્રો શહેરના ખાતાધારકો માટે લઘુતમ બેલેન્સ રૂ, ૫૦૦૦ જયારે મેટ્રો શહેરો સિવાયના અન્ય શહેરો માટે લઘુતમ બેલેન્સ ૩૦૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે,અર્ધ શહેરી શાખાઓના ખાતેદારો માટે લઘુતમ બેલેન્સ રૂ,૨૦૦૦ રાખવામાં આવ્યું છે, ગ્રામીણ શાખાઓના ખાતાધારકો લઘુતમ બેલેન્સ ૧૦૦૦ રૂપિયા રાખવું પડશે,

Next Story
Share it