Connect Gujarat
દેશ

SBI સાથે થઇ કરોડોની છેતરપીંડી : ૩ કંપનીઓ સામે CBIએ નોંધ્યો ગુનો

SBI સાથે થઇ કરોડોની છેતરપીંડી : ૩ કંપનીઓ સામે CBIએ નોંધ્યો ગુનો
X

CBIએ મુંબઇની ૩ કંપનીઓ સામે બેંક સાથે છેતરપીંડીનાં ૩ અલગ-અલગ કેસ નોંધ્યા

CBIએ મુંબઇની ૩ કંપનીઓ સામે બેંક સાથે છેતરપીંડીનાં ૩ અલગ-અલગ કેસ નોંધ્યા છે. આ બેંક છેતરપીંડીમાં ભારતીય સ્ટેટ બેંકને કુલ મળીને ૧૩૬ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

પ્રથમ મામલો ટાપ વર્થ પાઇપ્સ એન્ડ ટ્યૂબ્સ, તેના ડીરેક્ટર અભય નરેન્દ્ર લોઢા, શિશિર શિવાજી હિરાય, હર્ષરાજ શાંતિલાલા બાગમરની સાથે તત્કાલીન SBI અધિકારી આસિસસ્ટન્ટ જનરલ મેનેજર ત્યાગરાજૂલનમનામેલ્લૂરી, ડેપ્યૂટી મેનેજર વિલાસ નરહર અહિરરાવ, ડેપ્યૂટી મધુરા મંગેશ સાવંત પર બેંક સાથે કથિતરૂપે ૫૬.૮૧ કરોડ રૂપિયાનું નુકશાન પહોંચાડવાને લઇને ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઉપરાંત બીજા મામલામાં મહીપ માર્કેટિંગ અને તેના ડિરેક્ટર્સ તથા SBIનાં ત્રણ અધિકારીઓની સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં SBIને ૪૯.૯૯ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. ત્રીજા મામલામાં હર્ષ સ્ટીલ ટ્રેડ અને તેના ડીરેક્ટર્સ તથા SBIનાં બે તત્કાલીન અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આમાં SBIને કથિતરૂપે ૩૦.૧૩ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઘણા બધા બેંક કૌભાંડો સામે આવ્યા છે. જેમાં પંજાબ નેશનલ બેંકનું સૌથી મોટુ કૌભાંડ સામેલ છે. આ મામલે હીરા વ્યાપારી નીરવ મોદીનું નામ પણ સામે આવ્યું છે, જેની શોધ ચાલી રહી છે.

Next Story