Connect Gujarat

ભાજપમાં જોડાયા બાદ સિંધિયાએ પ્રથમ વાર કરી ભાજપના નેતાઓ સાથે મુલાકાત, ભોપાલમાં કરાશે ભવ્ય સ્વાગત

ભાજપમાં જોડાયા બાદ સિંધિયાએ પ્રથમ વાર કરી ભાજપના નેતાઓ સાથે મુલાકાત, ભોપાલમાં કરાશે ભવ્ય સ્વાગત
X

કોંગ્રેસના (ભુતપૂર્વ) નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ બુધવારે કોંગ્રેસ સાથેનો છેડો ફાડી ભાજપમાં ઓફિસિયલ રીતે જોડાય ચુક્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત બાદ સિંધિયાએ બુધવારે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં ઓપચારિક રીતે પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી હતી. ભોપાલમાં સિંધિયાને આવકારવા માટે ભાજપે જોરદાર તૈયારીઓ કરી છે.

ભાજપમાં જોડા્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા આજે

ભોપાલની મુલાકાતે આવશે. સિંધિયા બપોર પછી વિમાન દ્વારા ભોપાલ પહોંચશે. રાજા ભોજ

એરપોર્ટથી ભાજપના કાર્યકારી સુધી તેમનો રોડ શો તૈયાર કરવામાં આવ્યો છે, અહીંથી તેઓ ભાજપ કાર્યાલયના પં. દીનદયાળ પરિસરમાં પહોંચશે.

ભાજપમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ

આજે ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા. અમિત શાહે કહ્યું હતું કે મને ખાતરી છે કે તેમની

ભાજપની પાર્ટીમાં જોડાવવાથી, મધ્યપ્રદેશની જનતાની સેવા

કરવાના ભાજપના સંકલ્પને વધુ મજબૂત બનાવશે. ભાજપમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય

સિંધિયાએ ભાજપના નેતાઓ સાથે મુલાકાત શરૂ કરી દીધી છે. આ સમય દરમિયાન, તેઓ રક્ષા મંત્રી રાજનાથ સિંહને મળવા પહોંચ્યા હતા.

Next Story
Share it