• ગુજરાત
વધુ

    રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજા ચરણનું મતદાન : સવારથી મતદારોમાં ઉત્સાહ

    Must Read

    કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

    રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

    ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

    ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો...

    દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

    દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર...

    રાજયમાં મહાનગર પાલિકાઓ બાદ હવે નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતો માટે મતદાનનો પ્રારંભ થઇ ચુકયો છે. ગત રવિવારે મહાનગરપાલિકાઓમાં થયેલાં મતદાનમાં ટકાવારી નીચી રહી હતી. આ વખતે મતદાનની ટકાવારીમાં વધારો થાય તેવા પ્રયાસો થઇ રહયાં છે. રાજયમાં 231 તાલુકા પંચાયતો, 31 જિલ્લા પંચાયતો તથા 81 નગરપાલિકાઓમાં આજરોજ મતદાન થઇ રહયું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 81 નગરપાલિકાઓની 2,720 બેઠકો માટે 46.89 લાખ મતદારો જયારે જિલ્લા અને તાલુકા પંચાયતોની  4,773 બેઠકો માટે 2.50 કરોડ કરતાં વધારે મતદારો નોંધાયેલાં છે. મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. મહાનગરપાલિકાઓની હારની આળસ મરડીને કોંગ્રેસ સહિતની પાર્ટીઓ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં વિજય મેળવવા દોડધામ કરી રહી છે.


    ભરૂચમાં જિલ્લામાં પંચાયતની 34, નવ તાલુકા પંચાયતની 182 અને ચાર નગરપાલિકાઓની 132 બેઠકો માટે તારીખ 28મી ફેબ્રુઆરી રવિવારના રોજ મતદાન થવા જઇ રહયું છે.નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વહીવટી અને પોલીસ તંત્રએ તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે.  ભરૂચમાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 10, તાલુકા પંચાયતોની ચૂંટણી માટે 18 અને નગરપાલિકાઓની ચૂંટણી માટે 04 અધિકારીઓ નિયુકત કરાયાં છે.  જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે 1,117 જયારે નગર પાલિકાઓ માટે 246 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.  જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 95, તાલુકા પંચાયતોની 182 બેઠકો માટે 495 તથા નગરપાલિકાઓની 132 બેઠકો માટે 436 ઉમેદવારો મેદાનમાં છે.  અત્યાર સુધીમાં ભરૂચ જિલ્લા પંચાયત માટે હાંસોટ -12, તાલુકા પંચાયત માટે ધમરાડ – 1 તથા અંકલેશ્વર નગરપાલિકા માટે વોર્ડ નંબર -6ની એક બેઠક બિનહરીફ થઇ ચુકી છે. ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે 9,30,377 જયારે નગરપાલિકાઓની ચૂંટણી માટે 2,64,696 મતદારો નોંધાયેલાં છે. ભરૂચના ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ. એમ.ડી.મોડીયાએ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. ભરૂચ ઉપરાંત રાજયના અન્ય જિલ્લાઓમાં પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી યોજાવા જઇ રહી છે. સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઇ ચુકયો છે. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી મતદાન કરાવવામાં આવી રહયું છે. મતદારો માટે સેનીટાઇઝર, ગ્લોવઝ સહીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે મતદાન બાદ મંગળવારના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    કોરોના બેકાબૂ : રાજ્યમાં આજે કોરોના કેસ 10 હજારને પાર, 110 લોકોના થયા મોત

    રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ...

    ભરૂચ : સંક્રમણ રોકવાનો પ્રયાસ, નેત્રંગ અને દેડીયાપાડામાં લોકો પાળશે સ્વૈચ્છિક લોકડાઉન

    ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતાં નેત્રંગ અને દેડીયાપાડામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે ત્યારે લોકો અને વેપારીઓએ પાંચ દિવસનું સ્વૈચ્છિક...
    video

    દાહોદ: રેમડેસીવીર ઈન્જેક્શન કાળાબજારી કરતો ઈસમ એલ.સી.બી.એ ઝડપી પડ્યો

    દાહોદ શહેરના નામાંકિત ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર પર કામ કરતો યુવક હાલના તબ્બકે બહુમૂલ્ય રેમડેસીવીર ઈન્જેક્શનનો ગેરકાયદેસર રીતે ઉંચા ભાવે વેચાણ કરતા...
    video

    પંચમહાલ : ઘોઘંબાના જોઝ ગામનો વિડીયો વાયરલ, ભાજપના નેતાના ઘરે પ્રસંગમાં મહેરામણ

    રાજયમાં કોરોનાના સંક્રમણને રોકવા લગ્નપ્રસંગમાં 50થી વધારે માણસો બોલાવી શકાતાં નથી તેવામાં પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં ડીજેના...
    video

    સુરેન્દ્રનગર : રેમડેસિવિર ઇન્જેકશન માટે લખાતી બોગસ ભલામણ ચિઠ્ઠી, કલેકટરે કાળાબજારીઓને આપી ચીમકી

    રાજયભરમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહયાં છે ત્યારે સુરેન્દ્રનગરમાં ઇન્જેકશનો માટે અલગ અલગ સહીથી ભલામણ ચિઠ્ઠીઓ લખાતી હોવાની ફરિયાદ બાદ કલેકટરે સિવિલ...

    More Articles Like This

    - Advertisement -