Connect Gujarat
દેશ

એક વાર ફરી શેર માર્કેટમાં ખૂલતાની સાથે નોંધાયો ઘટાડો, સેન્સેક્સ 1700 અને નિફ્ટી 500 પોઇન્ટ તૂટ્યો

એક વાર ફરી શેર માર્કેટમાં ખૂલતાની સાથે નોંધાયો ઘટાડો, સેન્સેક્સ 1700 અને નિફ્ટી 500 પોઇન્ટ તૂટ્યો
X

સોમવારે તીવ્ર ઘટાડા સાથે સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર ખુલ્યું, સોમવાર શરૂઆતના વેપારમાં આજે પણ તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો સેન્સેક્સ આજે 1000.24 પોઇન્ટ ઘટીને 33,103.24 પર ખુલ્યો હતો. થોડાક સમયમાં તે ન્યૂનતમ 32,446.04 પોઇન્ટ સુધી પહોંચી ગયો. દરમિયાન, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી આજ રોજ 367.40 પોઇન્ટના તીવ્ર ઘટાડા સાથે 9,587.80 પર બંધ રહ્યો હતો. થોડા સમય બાદ નિફ્ટી ન્યૂનતમ 9,468.85 પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો.

ચીનની બહાર, ઝડપથી વધી રહેલા કોરોના વાયરસને કારણે શેર બજારોમાં મંદીનો અનુભવ

થઈ રહ્યો છે. વિદેશી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ હોવાથી સ્પાઇસ જેટ અને ઈન્ડિગોના શેરમાં

આજે સવારે લગભગ 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 31 માર્ચ સુધી થિયેટરો

બંધ થવાને કારણે ઘણા રાજ્યોમાં, આ ક્ષેત્રની કંપનીઓના શેરોમાં પણ તીવ્ર ઘટાડો થયો છે. PVR ના શેરને નોંધપાત્ર

નુકસાન થયું છે.

BSE સેન્સેકસનો હાલ (સવારે 9:30 વાગ્યા સુધીનો)

Next Story