Connect Gujarat
Featured

સેન્સેક્સ 32 અંક ઘટ્યો, નિફ્ટી 9900ની નીચે

સેન્સેક્સ 32 અંક ઘટ્યો, નિફ્ટી 9900ની નીચે
X

ભારતીય શેરબજારોનું આજે ફલેટ ઓપનિંગ થયું છે. સેન્સેક્સ 32 અંક ઘટીને 33473 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 4.85 અંક ઘટીને 9875 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, ઈન્ફોસિસ, રિલાયન્સ, ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. પાવર ગ્રીડ કોર્પ 0.91 ટકા વધી 160.95 પર કારોબાર કરી રહ્યો છે.

ઈન્ફોસિસ 0.91 ટકા વધી 710.00 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા, લાર્સન સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓએનજીસી 2.55 ટકા ઘટી 82.10 પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 1.08 ટકા ઘટી 338.45 પર કારોબાર કરી રહ્યો છે.

Next Story