ચૂંટણીના પરિણામોના આધારે તેજી સાથે ખુલેલા ભારતીય શેરબજારોમાં દિવસના અંતે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બન્નેએ ઓલ ટાઇમ હાઈ સપાટી બનાવ્યા બાદ પ્રોફિટ બુકિંગના પગલે તેજીનો માહોલ મંદીમાં પલટાઈ ગયો હતો.

એક અપેક્ષા મુજબના રુઝાનને શેરબજારે આવકારતા ૪૦,૦૦૦ને પર કરી ગયો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ ચડતા ક્રમમાં જોવા મળી હતી. નિફ્ટી પહેલી ૧૨,૦૦૦ ને પાર કરી ગઈ હતી. દિવસના અંતે સેન્સેક્સ ૨૯૩.૩૯ પોઈન્ટ્સ ઘટીને ૩૮,૮૧૧.૩૯ પર બંધ આવ્યો હતો. નિફ્ટી પણ ૮૦.૮૫ પોઈન્ટ્સ ઘટીને ૧૧,૬૫૭.૦૫ પર બંધ થઇ હતી. સેન્સેક્સ સવાર સુધીમાં લગભગ ૯૦૦ પોઈન્ટ્સ જેટલો સુધર્યો હતો પરંતુ જયારે બજાર બંધ થવાનો સમય આવ્યો તે ગાળામાં બજાર રેડ ઝોનમાં પ્રવેશી જતા ઇન્ટ્રાડેમાં ૧,૦૦૦ પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો. તેવી જ રીતે નિફ્ટીમાં પણ ૨૦૦ થી વધારે પોઈન્ટ્સનું ધોવાણ થયું હતું.

નિષ્ણાતોના મતે માર્કેટમાં મોટો સુધારો સંભવ

રિલાયન્સ સિક્યોરિટીઝના સીઈઓ પી. ગોપકુમારના મતે વૈશ્વિક ભંડોળમાંથી ભારતની ફાળવણીમાં વધારો થશે અને વધુ ઇટીએફ પ્રવાહ ટૂંકા ગાળા માટે સંભવિત છે જે બજારોને પણ વધુ ઊંચા કરી શકે છે. હાલના સેન્ટીમેન્ટને આધારે મોર્ગન સ્ટેન્લી મને છે કે આવતા એક વર્ષના સમયમાં સેન્સેક્સ ૪૫,૦૦૦ અને નિફ્ટી ૧૩,૫૦૦ થઇ શકે છે.

LEAVE A REPLY